સુરેન્દ્રનગર જિલ્લાના એ ડીવીઝન પોલીસ મથક અને ચુડા પોલીસ મથકે સગીરા સાથે અત્યાચારની બે ફરિયાદ નોંધાઈ છે. જેમાં શહેરમાં સગા કાકાએ ભત્રીજીની છેડતી કર્યાની તથા ચૂડા ગ્રામ્યમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરાઓને લલચાવી, ફોસલાવી ભગાડી જવાના ગુનાઓ વધી રહ્યા છે. બીજી તરફ સગીરાઓ સાથે શારીરીક છેડછાડના બનાવો પણ બને છે.ત્યારે ગુરૂવારે એક જ દિવસે સગીરાઓ સાથે અત્યાચારની બે ફરીયાદ પોલીસ ચોપડે ચડી છે. જેમાં પ્રથમ બનાવની એ ડીવીઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ શહેરના દુધરેજ રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા પરિવારની સગીરાને તેનો સગો કાકો જ છેલ્લા ઘણા સમયથી છેડતી કરતો હતો. જેમાં સગીરાને અવારનવાર બથ ભરી લેતો હતો.બનાવની વધુ તપાસ પીએસઆઈ પી.બી. રમલાવત ચલાવી રહ્યા છે. જયારે ચૂડા પોલીસ મથકે નોંધાયેલી બીજી ફરીયાદમાંથી મળતી માહીતી મુજબ ચૂડા ગ્રામ્યમાં રહેતા એક પરિવારની દીકરી સાથે ગામના જ અશ્વીન ભગવાનભાઈ ધરજીયાએ દુષ્કર્મ આચર્યુ હતુ. ભોગ બનનાર સગીર વયની હોવાનું જાણવા છતાં આ નરાધમ શખ્સે સગીરાના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેણી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યુ હોવાની સગીરાની માતાએ ચૂડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ પીએસઆઈ કે. ટી. સુમેરા ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rekha Birthday Special: महज 15 की उम्र में दिए पहले किसिंग सीन में बेहोश हो गई थीं रेखा,जानें किस्से
Rekha Birthday Special: महज 15 की उम्र में दिए पहले किसिंग सीन में बेहोश हो गई थीं रेखा,जानें किस्से
મણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનની પ્રેરણા થી આજે રિલીઝ થશે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન
મણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનની પ્રેરણા થી આજે રિલીઝ થશે ગુજરાતી મૂવી "પૂર્ણ પુરુષોત્તમ શ્રી...
એલ્યુમિનિયમના વાયર ચોરી કરતી ગેંગના ચાર સભ્યો ઝડપાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ લાઈનના એલ્યુમિનિયમના વાયરની ચોરીના બનાવો વધતા સુરેન્દ્રનગર એલસીબીએ...
Jignesh Mevani का दावा, ‘मजबूर गुजराती व्यापारी ने सड़कों पर फेंके हीरे', सच क्या है? Padtaal
Jignesh Mevani का दावा, ‘मजबूर गुजराती व्यापारी ने सड़कों पर फेंके हीरे', सच क्या है? Padtaal