મોરબી બ્રિજ દર્ઘટના અંગે મોટા અપડેટ.મોરબી બ્રિજ અકસ્માતના કેસમાં ગુજરાત હાઈકોર્ટે બુધવારે મૃતકોના વળતરને લઈને આદેશ આપ્યા છે.ગુજરાત હાઈકોર્ટે ઓરેવા ગ્રુપને મૃતકોને 10-10 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 2-2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.કોર્ટે આ નિર્ણય પીડિતોની માંગ પર આપ્યો જેમાં તેમણે યોગ્ય વળતરની માંગ કરી હતી.હાઈકોર્ટનો મોરબી પાલિકાને પણ ગંભીર પ્રશ્ન 1.વગર ટેન્ડરે પુલના સમારકામનો કોન્ટ્રાક્ટ કેમ આપ્યો? 2. પુલની ફીટનેસને સર્ટિફાઇડ કરવાની જવાબદારી કોની હતી? 3. 2017માં પુલનો કોન્ટ્રાક્ટ પૂરો થયો તે પછી નવા ટેન્ડર માટે શું પ્રોસેસ કરી? 4. 2008 પછી MOU રિન્યુ ન થયા તો કઇ રીતે પુલના સંચાલનની મંજૂરી અજંતાને અપાઇ? 5. શું દુર્ઘટનાના જવાબદારો સામે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ મુજબ પગલાં લેવાયા? 6. મોરબી નગરપાલિકાની જ જવાબદારી બને છે તો તેણે સત્તા મુજબ પગલાં કેમ ન લીધા તેવા સવાલો પુછયા હતા.