દિયોદર નગરે જલારામ બાપાના મંદિર નો ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો પ્રારંભ.. પ્રથમ દિવસે ગણપતિ પૂજન અગ્નિસ્થાપના જલાધીવાસ અને યજ્ઞ આરતી યોજાઈ,,,,,દિયોદર નગરે ખીમાણા હાઇવે પર જલારામ બાપા નું નવ નિર્માણ મંદિર બનાવવામાં આવ્યું છે જેમાં ત્રીદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી નો પ્રારંભ થયો છે જેમાં ફાગણ સુદ ૩ તારીખ ૨૨/૨/૨૦૨૩ બુધવાર થી ફાગણ સુદ પાંચમ તારીખ ૨૪/૨/૨૦૨૩ શુક્રવાર સુધી આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની સાથે સાથે ભવ્ય ડાયરો તથા આનંદ ના ગરબા, ભવ્ય શોભાયાત્રા નું પણ આયોજન કરાયું છે. જલારામ બાપાના મંદિર ધામમાં સૌના આરાધ્ય ભગવાન રામ દરબાર ,રાધાકૃષ્ણ ભગવાન,ગણપતિ બાપા અને હનુમાન દાદા દરિયાલાલ દેવ ની મૂર્તિઓની પણ પ્રાણ પ્રતિષ્ઠા થશે
જેમાં બાળકો ભગવાન અને દેવોના વેશભૂષામાં આકર્ષણ જમાવસે આ મહોત્સવ ને લઈ સમગ્ર રઘુવંશી સમાજ ની સાથે સાથે સમગ્ર દિયોદર નગર માં પણ થનગનાટ જોવા મળી રહો છે...