દિયોદર પી.એસ.આઈ એચ.પી.દેસાઈનો વિદાય સમારંભ યોજાયો.દિયોદર પોલીસ પરિવાર દ્વારા ફુલની વર્ષા કરી અને વિદાય આપી હતી,દિયોદર પોલીસ સ્ટેશન ખાતે દિયોદર ડીવાયએસપી ડી ટી ગોહિલના અધ્યક્ષ સ્થાને દિયોદર પીએસઆઇ એચ.પી દેસાઈ નો વિદાય સમારંભ અને જે.એન દેસાઈનો સત્કાર સમારંભ યોજાયો હતો.જેમાં દિયોદર પોલીસ પરિવાર આગેવાનો અને પત્રકાર મિત્રો દ્વારા પીએસઆઇ શ્રીઓનું મોમેન્ટ આપી સાફો પહેરાવી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. 

દિયોદર પીએસઆઇ હાર્દિકભાઈ દેસાઈ છેલ્લા બે વર્ષથી પીએસઆઇ તરીકે ફરજ બજાવતા હતા તે સમયગાળામાં ગુનાહિત પ્રવૃતિઓ ઘટાડો થયો હતો અને કોઈપણ અરજદાર પોલીસ સ્ટેશન આવે તો નાનો હોય કે મોટો હોય તેની જોડે બહુ પ્રેમ ભાવ રાખતા હતા. આ પ્રસંગે પી.એસ.આઈ એચ.પી દેસાઈએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં મને દિયોદર જે પ્રેમ આપ્યો છે તે હું ક્યારેય ભૂલી શકું તેમ નથી દિયોદરમાં નોકરીમાં સૌથી વધારે મને મજા આવી છે. આ પ્રસંગે સીપીઆઇ આર બી ગોહિલ, હેડ કોન્સ્ટેબલ હીરાભાઈ, દિલીપસિંહ, ધન્દ્રસિંહ, દલસુંગજી, રઘુભાઈ, રતનીબેન, નવીનભાઈ, વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.