બનાસકાંઠા પાલનપુરમાં પાંચ દિવસ પૂર્વે 21 વર્ષીય આર્યન મોદી નામના વિદ્યાર્થીનુ કોલેજ માથી અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેને ઢોર માર મારી ઝેરી દવા પીવડાવી! છોડી મૂકવામાં આવ્યો હતો. ગંભીર હાલતમાં આર્યન મોદી તેના પરિવારજનોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આર્યનનું મોત નિપજ્યું હતું. બનાસકાંઠા પોલીસે આર્યનનુ મરણોન્મુખ નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે એલ.સી.બી, એસ.ઓ.જી, પેરોલફ્લો સહિત 6 જેટલી અલગ અલગ ટીમો બનાવી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેસ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.પોલીસે 250 જેટલા સીસીટીવી ફૂટેજ ખંગાળીને આરોપીઓને ઝડપી પાડવા ટેકનીકલ સર્વેલન્સની મદદ લીધી હતી. જ્યારે 10 લોકોની અટકાયત કરવામાં આવી હતી જેમા 1 - સરદારભાઈ ગણેશભાઈ ચૌધરી - ગિડાસણ , તા - વડગામ 2 -કલ્પેશ લક્ષ્મણભાઈ ગુડોલ -કુશકલ , તા - પાલનપુર 3 -જગદીશ ભીખાભાઇ જુડાળ -જગાણા , તા - પાલનપુર 6 -વિપુલ ગણેશભાઈ કોરોટ - ચંગવાડા -તાલુકો -વડગામ 4 -ભાવેશ મોંઘજીભાઈ કરેણ - જગાણા , તા - પાલનપુર 5 -ભાસ્કર ભેમજીભાઈ ચૌધરી - જગાણા , તા - પાલનપુર 7 -આશિષ હરિભાઈ ઉપલાણા -ચંગવાડા -તાલુકો -વડગામ 8 -સુરેશ સરદારભાઈ કાથરોટીયા - પટોસણ , તા - પાલનપુર 9 -સરદાર વાલજીભાઈ ચૌધરી - એદ્રાણા -તા - વડગામ 10 -લક્ષ્મણ શામણભાઈ ચૌધરી - વેંસા , તા - વડગામ ની અટકાયત કરી હતી તથા 6 પ્રત્યક્ષદર્શીના નિવેદનો લઈને આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો તથા ગુનામાં સંડોવાયેલી 3 કારોને જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.