વિકસિત ભારત સંકલ્પ યાત્રા : મેરી કહાની મેરી જુબાની* 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમારા જેવા ખેડૂતો માટે ખુબ મદદરૂપ સાબિત થઇ છે.- લાભાર્થી અંબાલાલ પટેલ* 

***********

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પ્રતાપગઢ કંપાના રહેવાસી અંબાલાલ દેવશીભાઇ પટેલ જાણાવે છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમારા જેવા ખેડૂતમિત્રો માટે ખુબ મદદરૂપ સાબિત થઇ છે.આ યોજનાની સહાય થકી અમારી ખેત પેદાશોના ઉત્પાદનમા વધારો થયો છે અને ઉત્પાદન ખર્ચમાં અમને સહાય મળી છે. આ યોજના થકી અમારા જેવાં લાખો ખેડૂત કુટુંબો સારી ગુણવત્તાના બિયારણ અને ખાતરની ખરીદી કરી સારુ ઉત્પાદન મેળવી શકે છે. જેના થકી અમે આર્થિક રીતે સદ્ધર થયા છીએ.

ભારત ગામડાંઓનો બનેલો દેશ છે.ભારત જેવા કૃષિપ્રધાન દેશમા અમારા જેવાં ખેડૂતોની આર્થિક સધ્ધરતા માટે કેન્દ્ર સરકાર હરહંમેશ ચિંતિત રહી છે. ખેડૂતોની આર્થિક સધ્ધરતા મા જ સચો વિકાસ છુપાયેલો છે.આ વિચારધારા થકી દેશભરના ખેડૂતોની આવક બમણી કરી તેમને આર્થિક રીતે સદ્ધર કરવા માટે અનેકવિધ યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા અમલીકરણ બનાવવામાં આવી છે. દેશનો ખેડૂત મજબૂત અને સધ્ધર હશે તો દેશ આર્થિક રીતે સધ્ધર બનશે. આ વિચાર થકી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલીકરણ બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ દેશભરના લાખો ખેડૂતોને આર્થિક નાણાકીય સહાય આપવામાં આવે છે. 

આ યોજનાનો લાભ લેવા માટે ખાતેદાર ખેડૂતોએ પોતાના ગામમાં જ નક્કી થયેલ સર્વિસ પ્રોવાઈડર મારફતે પોર્ટલ પર ઓનલાઈન અરજી કરાવવાની હોય છે.આ સહાયનો લાભ લેવા માટે પતિ, પત્ની અને સગીર બાળકો પૈકી કોઈપણ વ્યક્તિગત કે સંયુક્ત રીતે પોતાની ખેડાણ લાયક જમીન ધરાવતા હોય અને પોર્ટલ દ્વારા નિર્દેશિત કેટેગરીમાં સમાવિષ્ટ હોય તેવા તમામ ખેડૂત કુટુંબોને સહાય મળવાપાત્ર છે. ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂપિયા ૬,૦૦૦ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(DBT) માધ્યમથી ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચૂકવવામા આવે છે.