રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન ન્યુટ્રીસિરિયલ યોજના અંતર્ગત પાલનપુર તાલુકાના પારપડા ખાતે જિલ્લાકક્ષાનો મહોત્સવ યોજાયો

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ-૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવાશે..     

           

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન ન્યુટ્રીસિરિયલ યોજના અંતર્ગત પાલનપુર તાલુકાના પારપાડા ખાતે આવેલ રામદેવપીર મંદિરના કેમ્પસમાં ધારાસભ્યશ્રી અનિકેતભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો મહોત્સવ યોજાયો હતો. જેમાં ધારાસભ્યશ્રીએ ન્યુટ્રીશન તથા વિવિધ ખેત પેદાશોના કૃષિ પ્રદર્શનને ખુલ્લું મુક્યું હતું.

           આ પ્રસંગે ખેડુતોને સંબોધતા ધારાસભ્યશ્રી અનિકેતભાઇ ઠાકરે જણાવ્યું હતું કે, લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી ભારત સરકાર દ્વારા ખાદ્ય સુરક્ષા મિશન ચલાવવામાં આવે છે. તેમણે કહ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રસ્તાવને દુનિયાના ૮૦ ટકા દેશોએ સ્વીકારતા સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ-૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આપણા પરંપરાગત પાકો જેવા કે જુવાર, બાજરી, રાગી, કોદરા, નાગલી, રાજગરો જેવા ધાન્ય પાકોમાં પોષણનો ભરપૂર ભંડાર હોય છે. આજે ફાસ્ટ ફૂડના લીધે કુપોષણનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પોષણયુક્ત ખોરાક લઇ સુખી અને તંદુરસ્ત જીવન જીવીએ.

           ધારાસભ્યશ્રીએ કહ્યું કે, પ્રાકૃતિક ખેતીના ફેલાવા અને પ્રચાર-પ્રસાર માટે આપણા રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા સમગ્ર રાજ્યમાં અભિયાન ઉપાડવામાં આવ્યું છે ત્યારે રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી પ્રાકૃતિક ખેતી અપનાવવા જગતના તાત ખેડુતોને અપીલ કરું છું તેમ તેમણે જણાવ્યું હતું. 

           આ પ્રસંગે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ફૂડ ટેકનોલોજી વિભાગના ડીનશ્રી ર્ડા. આઇ.એન.પટેલ અને સંશોધન વૈજ્ઞાનિકશ્રી ર્ડા.આર.એન.ગામીએ ખેડુતોને માહિતી આપતા જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આ વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આપણો જિલ્લો મોટા ધાન્ય પાક બાજરી, જુવારના વાવેતર અને ઉત્પાદનમાં સમગ્ર રાજ્યમાં મોખરે છે ત્યારે તેની ઉત્પાદકતા વધારી બાજરીમાંથી ફક્ત રોટલા, ઢેબરા કે ખીચડી બનાવીએ એટલું પુરતુ નથી તેમાં વેલ્યુ એડિશન કરી શકાય એ માટે બાજરીના ખાખરા, બિસ્કીટ વગેરે બનાવી વધારે આવક મેળવી શકાય એ દિશામાં પ્રયત્નો વધારવાની જરૂર છે. 

         આ મહોત્સવના પ્રારંભમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એમ.એમ.પ્રજાપતિએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પારપડા ગામના સરપંચશ્રી રમેશભાઇ અટોસ, કિસાન સંઘના અગ્રણીશ્રી પરથીભાઇ ચૌધરી, સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતી ઉત્તર ગુજરાતના સંયોજકશ્રી ભીખાભાઇ ભુટકા, નાયબ પશુપાલન નિયામકશ્રી ર્ડા. જે. પી. મજેઠીયા, નાયબ ખેતી નિયામકશ્રી ર્ડા. એમ.એસ.પટેલ, નાયબ બાગાયત નિયામકશ્રી અનન્યાબેન સહિત અધિકારીઓ-પદાધિકારીઓ અને સારી સંખ્યામાં ખેડુત ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.