ગઢ વિમળા વિધાલય ખાતે S P ક્ષયરાજ ના અધ્યક્ષસ્થાને કુસ્તી સ્પર્ધા યોજાઈ.

ગુજરાત સ્ટેટ કુસ્તી એસોસિએશન અને વિમળા વિદ્યાલય ગઢ ના સંયુક્ત ઉપક્રમે આયોજીત રાજ્યકક્ષા અંડર 15 કુસ્તી ભાઈઓ - બહેનો સ્પર્ધા 16 અને 17 ફેબ્રુઆરી ના રોજ ગઢ માં યોજાઈ.

              રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા સંલગ્ન ગુજરાત સ્ટેટ રેસલિંગ એસોસિએશન દ્વારા વિમળા વિદ્યાલય ગઢ બનાસકાંઠા માં રાજ્યકક્ષા અંડર 15 કુસ્તી ભાઈઓ-બહેનો સ્પર્ધા બનાસકાંઠા જીલ્લા ના પોલીસ વડા અક્ષયરાજ ના અધ્યક્ષ સ્થાને યોજી જેમાં ગુજરાત ના વિવિધ જિલ્લા માંથી 70 બહેનો અને 130 ભાઈઓ ખેલાડીઓએ ભાગ લીધો હતો

સુપ્રીટેન્ડટ ઓફ પોલીસ અક્ષયરાજ, ગુજરાત રાજ્ય કુસ્તી એસોસિએશનના પ્રમુખ ઇન્દ્રવદન નાણાવટી, કૌશલભાઈ સંઘવી, ખેલાડીઓને આગામી સમયમાં યોજાનાર નેશનલ સ્પર્ધા માં જિલ્લા ,રાજ્ય, દેશ નું નામ રોશન કરવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ટ્રસ્ટ ના NRI પ્રમુખ કુમારભાઈ જવેરી તેમના ધર્મ પત્ની નીતાબેન જવેરી સાથે ખાસ હાજરી આપી, મુંબઈ થી સેક્રેટરી કેતનભાઈ શાહ, કેમ્પસ ડાયરેક્ટર પ્રવીણભાઈ જોશી, SAG ગાંધીનગર થી મિલનભાઈ , ભુપેશભાઈ, ગઢ સરપંચ ગીતાબેન અને બેચરભાઈ ભુટકા, ચડોતર પૂર્વ સરપંચ શ્રી સોમભાઈ ચૌધરી, ખેલાડીઓ ને મેડલ અને સર્ટિફિકેટ થી સન્માનિત કર્યા હતા 

કુસ્તી એસોસિએશનના હોદેદારો, અન્સારી સાહેબ ની ટીમ, dlss ના કોચ, ટ્રેનર સાથે મળી ઉત્તમ ઓફિશિયલ ની ભૂમિકા અદા કરી હતી. કાર્યક્રમ પ્રસંગે યુનિવર્સિટી સેનેટ દીપકભાઈ પટેલ સહિત અન્ય અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.