બોટાદ ખાતે વ્યાજખોરોના ત્રાસથી પીડાતી મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને તેને સારવાર માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેની જાણ બોટાદ પોલીસને થતા તાત્કાલિક બોટાદ પોલીસે મહિલાનું નિવેદન લીધેલ હતું અને મહિલાના જણાવ્યા અનુસાર તેઓને કુલ પાંચ વ્યાજ ખોરોનો ખૂબ જ ત્રાસ હોય અને અવારનવાર હેરાન પરેશાન કરતા હોય જેના ત્રાસથી કંટાળી અને તેને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો તેમ જણાવતા બોટાદ પોલીસ દ્વારા પીડિત મહિલાનું નિવેદન લઇ અને તેની ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતી, અને આ ફરિયાદ દાખલ થતા બોટાદ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરી કુલ પાંચ આરોપી પૈકી બે આરોપીની તાત્કાલિક અટક કરવામાં આવેલ છે, અને વધુ ત્રણ આરોપીની શોધખોળ ચાલુ છે. વધુ તપાસ બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.