ડીસાની જોગકૃપા સોસાયટીમાં રહેતા દિલીપ જોશી ડીસાના હાઇવે પર આવેલા બિઝનેસ વર્ડ શોપિંગ સેન્ટરમાં ચા નાસ્તાની દુકાન ચલાવે છે. જે દુકાનમાં હતા. ત્યારે કોઈ અજાણ્યો શખ્સ નજર ચૂકવી મોબાઈલ લઈને નાસી ગયો છે. જે બાબતે મોબાઈલ માલિકે 36 હજાર રૂપિયાના મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જ્યારે દાંતીવાડાના ઓઢવા ગામે રહેતા અને આર્મીની ટ્રેનિંગ માટે ડીસા એરપોર્ટ પર ગયેલા પંકજ પઢીયાર પોતાનો મોબાઈલ એરપોર્ટ પર ટ્રેકની બાજુમાં મૂકી પેક્ટિસ કરી રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા શખ્સ તેમના મોબાઈલની ઉઠાંતરી કરી નાસી ગયો હતો. જે મામલે યુવકે રૂપિયા 13,500 ના મોબાઈલની ચોરી અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ડીસામાં એક જ દિવસમાં બે અલગ અલગ જગ્યાએ બે મોબાઈલની ચોરી થઈ હોવાની ઘટના બની છે અને આ બન્ને મોબાઈલ ચોરી ડીસા શહેર સહિત ઉત્તર પોલીસ મથકમાં નોંધાતા પોલીસ સતર્ક બની અજાણ્યા મોબાઈલ ચોરતા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.