વેજલપુર પોલીસ સ્ટેશન ના પીએસઆઈ એસ એલ કામોળને બાતમી મળેલ કે ચમારવાસ ટેકરી પાસે રહેતા સોયેબ ઊર્ફે સોહેલ શકુર મન્સૂરી પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે જે આધારે રેડ કરતા તે ઘરે હાજર મળી આવેલ હતો તેને હાજર રાખી તપાસ કરતા ઘરના રસોડા ના રૂમમાંથી ખાખી પુઠામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવેલો તેમજ ઘરની બાજુમાં પાણીના બોરની કુંડી માંથી પણ વિદેશી દારૂનો જથ્થો મળી આવેલો વધુમાં પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે અન્ય જથ્થો તેના હોળી ચકલા પાસેના મકાનમાં સંતાડી રાખેલો છે જેથી પોલીસે તેને સાથે રાખીને હોળી ચકલા વાળા પતરાના મકાનમાં લોક તોડી તપાસ કરતા ઓરડીના ખૂણામાં પ્લાસ્ટિકની ડોલ અને સ્ટીલના ડબ્બામાં, સિમેન્ટ થી બનાવેલ પાણી ની ટાંકી મા ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયર નો જથ્થો મળી આવેલ. પોલીસ એક ગણતરી કરતા બિયર ના જૂદી જૂદી બ્રાન્ડ ના ૧૦૬ ટીન રૂ ૧૩,૦૮૫/અને વિદેશી દારૂના કાચના ૧૮૦ મી.લી ના કુલ ૧૪૬ નંગ કુલ રૂ ૧૮,૧૨૦/ તથા વિદેશી દારૂ ભરેલા ૩૭૫ મી.લી ના ૧૬ બોટલ રૂ ૫,૬૦૦/ કુલ મળીને બિયર દારૂ ના ૨૬૮ નંગ જેની કુલ કીમત રૂ ૩૬,૮૦૫/ ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછ માં સોહેલ ઉર્ફે સોએબે જણાવ્યું કે આ જથ્થો ગોધરા તાલુકાના વણાકપુર ગામના રોહિતભાઈ વિનોદભાઈ બારીયા એક ફોરવીલ ગાડીમાં આજે સવારે વેચાણ કરવા માટે આપી ગયા છે. પોલીસે એકબીજાની મદદગારી થી પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર દારૂનુ વેચાણ માટે સંગ્રહ કરવા બદલ બન્ને ઈસમો સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.