મોરવાડા દુદોસણ વચ્ચેના 11 કી. મી ખખજધજ રસ્તાને લઈ સરહદી વિસ્તારના લોકો સહિત વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે,ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા હોઈ અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે,બિસ્માર રોડને લીધે વર્ષોથી ચાલતી દિયોદર ઝઝામ બસ પણ બંધ કરી દેવાતાં લોકોને આવજા કરવામાં ભારે હાલાકી વેઠવી પડે છે,અંતરિયાળ રસ્તો હોઈ છેવાડાના ગામોના કોઈ બીમાર કે પ્રસૂતા મહિલાઓને સારવાર માટે દવાખાને લાવવા લઈ જવામાં હેરાનગતિ ભોગવવી પડે છે,છેલ્લા કેટલાય વર્ષોથી આ ભંગાર રસ્તા પર જવાબદાર માર્ગ મકાન વિભાગ દિયોદર દ્વારા કોઈ જ રીપેરીંગ કરાતું નથી,તાકીદે રસ્તો પેવર કરાય તેવી સરહદી ગામોના લોકોની માંગ છે

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं