ભાવનગર,તા. ૨૧.૦૨.૨૦૨૩
ભાવનગર જીલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોની હાલત અત્યંત કફોડી થઈ ગઈ છે. ડુંગળી માટેના પાકને તૈયાર થતા પહેલા ખુબ જ ખર્ચાઓ અને મહેનત ખેડૂત કરે છે. હાલમાં ભાવનગર જીલ્લામાં ડુંગળી વેચવા માંગતા ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં ખુબ લાંબી કતારોમાં પરેશાની વેઠ્યા પછી જે ભાવ મળે છે તે માત્ર બે રૂપિયા કિલો જેવો ભાવ મળે છે અને પરિણામે ખેડૂતને પોતે કરેલી તમામ મહેનત પાણીમાં ગઈ હોય તેવું અહેસાસ થાય છે. રાજ્યસભાના સાંસદ અને દિલ્હી તેમજ હરિયાણા કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહિલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા વડાપ્રધાનપાસે માંગણી કરી છે કે, તાત્કાલિક ડુંગળી પકવતા ખેડૂતોને પોષણક્ષમ પુરતો ભાવ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે. અતિશય કપરી સ્થિતિમાં મુકાયેલા ખેડૂતોને સરકારે ચોક્કસ સબસીડી આપવી જોઈએ અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP) ખેડૂતો માટે નક્કી કરીને ખેડૂતોનું શોષણ ન થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. લાંબા સમયથી સરકારે ડુંગળી પકવતા ખેડૂતો પોતાના પાકને સ્ટોરેજ કરી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરી નથી. સરકારે ખેડૂતના ઘરમાં જયારે ખેતપેદાશ આવે ત્યારે તે ખેતપેદાશને એક્સ્પોર્ટમાં પ્રોત્સાહન આપીને પૂરતા ભાવો મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આ અંગેની તાત્કાલિક વ્યવસ્થા ભારત સરકાર તથા ગુજરાત સરકાર કરે તેવી માંગણી કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણના વિરનગર ગામે યુવકનો આભઘાત
જસદણના વિરનગર ગામે યુવકે આભઘાત કર્યો યુવકે ઝેરી દવા પી વૃક્ષ સાથે દોરી બાંધી કર્યો આભઘાત...
ઉચ્છદ ગામ તળાવ પાસેથી મગર ઝડપાયો.
ઉચ્છદ ગામ તળાવ પાસેથી મગર ઝડપાયો.
মৰাণৰ মনভৰি ৰেষ্টুৰেন্টৰ এটা ব্ৰেড খাই ডায়েৰিয়াত আক্ৰান্ত পিতা-পুত্ৰ
মৰাণৰ মনভৰি ৰেষ্টুৰেন্টৰ এটা ব্ৰেড খাই ডায়েৰিয়াত আক্ৰান্ত পিতা-পুত্ৰ ।দেওবাৰে হোটেলখনৰ পৰা কিনি...
ત્રણ રાજયો મા ભાજપ ના ભવ્ય વિજય ની ઊજવણી કરાઈ
આજરોજ મઘ્ય પ્રદેશ, રાજસ્થાન અને છતિસગઢ જેવા ૩ રાજ્યોમા ભાજપ તરફી તરફી જલવંત વિજય ના પરિણામો...
Israel-Hamas War: खाना-पानी और बिजली के बाद अब गाजा में संचार व्यवस्था भी ठप, इजरायल ने बढ़ाया जमीनी ऑपरेशन
यरुशलम। इजरायल सैन्य प्रवक्ता ने इस बात की जानकारी दी है कि इजरायल हवाई और जमीनी हमले के बाद...