સુરત શહેરના ધારુકા કોલેજ ના બોયઝ હોસ્ટેલના ટોઇલેટમાં કેમેરા લગાવવામાં આવતા વિરોધ નોંધાવવામાં આવ્યો.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજ ધારુકા કેમ્પસ દ્વારા બોયઝ ટોયલેટમાં સીસીટીવી લગાવી દેવાતા વિરોધના સૂર ઉઠ્યા છે. લઘુશંકા કરવાની જગ્યાએ પણ સીસીટીવી ગોઠવી શંકા ઉભી કરવાના પ્રયાસ સામે ABVP ના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. કોલેજ પ્રશાસનને આવેદનપત્ર પાઠવી 48 કલાકમાં સીસીટીવી દૂર કરવા માંગ કરી છે. જો દૂર નહીં થાય તો ઉગ્ર આંદોલનની સાથે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.