જિલ્લા રોજગાર વિનિમય કચેરી પંચમહાલ દ્વારા આઇ.ટી.આઇ પાવાગઢ (હાલોલ) ખાતે મહિલા તથા પુરુષ ઉમેદવારો માટે ખાનગી એકમોમાં રોજગારી માટે જિલ્લા કક્ષાનો ઔધોગિક રોજગાર ભરતીમેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયું હતું.
જેમાં પંચમહાલ,વડોદરા,ભરૂચ,અમદાવાદ જીલ્લાના કુલ ૨૦ નોકરીદાતા દ્વારા ૮૦૦થી વધુ ટેકનીકલ તથા નોન ટેકનીકલ જગ્યાઓ માટે ૩૦૦થી વધુ ઉમેદવારોએ ઈન્ટરવ્યું પ્રક્રિયામાં ભાગ લીધો હતો. જિલ્લા સમાજ સુરક્ષા પંચમહાલ તથા બરોડા સ્વ રોજગાર સંસ્થા ગોધરાના પ્રતિનિધિશ્રીઓ દ્વારા સ્વ રોજગારલક્ષી યોજનાઓ વિશે માર્ગદર્શન તથા આઈ.ટી.આઈ હાલોલ તથા આઈ.ટી.આઈ ઘોઘંબાના આચાર્યશ્રીઓ દ્વારા એપ્રેન્ટીસશીપ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા રોજગાર વિનિમય કચેરી પંચમહાલના રોજગાર અધિકારીશ્રી વી.કે ડામોર, કરિયર કાઉન્સેલર રાકેશ સેવક તથા પ્લેસમેન્ટ ઓફિસર પ્રશાંત રાણા દ્વારા અનુંબંધમ પોર્ટલ, એન.સી.એસ પોર્ટલ,રોજગાર સેવા સેતુ હેલ્પલાઇન તથા રોજગારલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.