મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ અને ઓકિઓર એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં MoU સંપન્ન થયા...
આ MoU કચ્છ જિલ્લામાં ૧ મિલિયન ટન પ્રતિવર્ષની ઉત્પાદન ક્ષમતાના ગ્રીન હાઈડ્રોજન-ગ્રીન એમોનિયા પ્રોજેક્ટના વિકાસ માટે કરવામાં આવ્યા છે. આ સૂચિત પ્રોજેક્ટને ₹૪૦ હજાર કરોડના કુલ રોકાણ સાથે બે તબક્કામાં વર્ષ ૨૦૩૦ સુધીમાં પૂર્ણ કરવાનું અને તેના દ્વારા અંદાજે ૧૦,૪૦૦ જેટલી પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારીના સર્જનનું લક્ષ્ય છે.