સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ટીબા ખાતે આવેલું પવિત્ર તીર્થ સ્થાન ગલતેશ્વર મહાદેવ મંદિર તેની પૌરાણિક ક્વીદંતી ધરાવે છે.વર્તમાન સમયમાં સુરત સિટી સહિત આજુબાજુના વિસ્તારો તેમજ જિલ્લાના ગામડા ઓમાંથી આજનું ગલતેશ્વર મહાદેવનું મંદિર એ પુરાણ કાળમાં મહર્ષિ નારદજીની ભૂમિ તરીકે ઓળખાય છે.તેની પાછળ ગલતેશ્વર મહાદેવ મંદિરનો પણ અનોખો ઇતિહાસ રહ્યો છે.પૌરાણિક કાળમાં થયેલા ઉલ્લેખ મુજબ મહર્ષિ નારદજીને મળેલા શ્રાપને કારણે તાપી માતાનું મહાત્મ્ય તેમણે હણી લીધું હતું.જેથી તેઓ શ્રાપિત બની ગયા હતા.શ્રાપિત મહર્ષિ નારદજીએ તાપી તટે આવેલા ગલતેશ્વરની ભૂમિ પર કઠોર તપશ્ચર્યા કરી તપ ધારણ કર્યું.તેમના તપથી સ્થળ પર ગંગાજી એટલે મહર્ષિ નારદજીના નામ પરથી નારદી ગંગા પ્રગટ થયા હતા.જે નારદી ગંગાનો પ્રવાહ તાપીના પ્રવાહ સાથે મળે છે.જ્યાં અન્ય ત્રીજી ગુપ્ત ગૌતમી નદીનો પ્રવાહ મળતા ત્યાં રચાય છે ત્રિવેણી સંગમ જે ત્રિવેણી સંગમના જળ માં મહર્ષિ નારદજી સ્નાન કરી શ્રાપ મુક્ત થયા હતા.જ્યાં તેઓ તાપી માતાના ક્રોધ ગળી (શાંત) થતા જે તાપી નદી કિનારાની ભૂમિ મહાદેવ ગલતેશ્વરના નામથી પ્રચલિત થયા જેના ઉપરથી ગલતેશ્વર નામ અસ્તિત્વમાં આવ્યું.ટીબા ગામનનું ગલતેશ્વર મહાદેવ મંદિર પરિસર અંદાજિત 27 વીંઘા જમીનમાં ફેલાયેલું છે.18 ગામોમાં સમાવિષ્ઠ થયેલા મંદિરના સંચાલન માટે ત્રણ જેટલા ટ્રસ્ટ કાર્યરત છે.જેમાં (1) ગલતેશ્વર મહાદેવ ત્રિવેણી સંગમ ટ્રસ્ટ (2) ગલતેશ્વર શ્રી રામજી મંદિર ટ્રસ્ટ (3) ગલતેશ્વર વિકાસ મંડળ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરનું અલગ અલગ સંચાલન કરવામાં આવે છે.વર્ષ 2015 માં મંદિરનું નિર્માણ કાર્ય સહિત ભક્તો માટે ધ્યાનાકર્ષક 718 ફૂટની ઉંચાઈ ધરાવતી મહાદેવજી વિશાળ કદની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું.જે વિશાળ કદની પ્રતિમાના ગર્ભ ગૃહમાં જુદા જુદા રાજ્યોમાં આવેલા 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે.જેથી મંદિરના દર્શને આવતા ભક્તજનો ગર્ભગૃમાં સ્થાપિત 12 જ્યોતિર્લિંગની એક જ સ્થળે દર્શન કરી શકે.12 જ્યોતિર્લિંગમાં (1) ભીમાં શંકર જ્યોતિર્લિંગ (મહારાષ્ટ્ર) (2) વૈજનાથ જ્યોતિર્લિંગ પરલી (ઝારખંડ) (3) ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ (મધ્યપ્રદેશ) (4) મહાકાલેશ્વર જ્યોતિ્લિંગ ઉજ્જૈન (મધ્યપ્રદેશ) (5) મલ્લિકાર્જુન જ્યોતિ્લિંગ હૈદરાબાદ (આંધ્રપ્રદેશ) (6) સોમનાથ જ્યોતિ્લિંગ સૌરાષ્ટ્ર (ગુજરાત) (7) કેદાર નાથ જ્યોતિર્લિંગ હિમાલય (ઉત્તરાખંડ) (8)કાશી વિશ્વનાથ જ્યોતિ્લિંગ દ્વારકા (ગુજરાત) (9) નાગેશ્વર જ્યોતિ્લિંગ (દ્વારકા) (10) રામેશ્વર જ્યોતિર્લિંગ (તામિલનાડું) (11) ત્ર્યંબકેશ્વર જયોર્તિલિંગ (મહારાષ્ટ્ર) (12) ધ્રુષ્મેશ્વર જ્યોતિર્લિંગ (મહારાષ્ટ્ર) સહિત 12 જ્યોતિર્લિંગ તેમજ અન્ય બીજા બે સ્ફટિક શિવલીંગ અને બર્ફાની ગ્રૂફામાં બિરાજમાન બાબા અમરનાથ શિવલીંગની પણ સ્થાપના કરવામાં આવી છે.તાપી તટે આવેલા ગલતેશ્વર મહાદેવ મંદિર નજીકના નદી પટ વિસ્તમાંથી બેફામ રીતે ઉલેચાયેલી રેતી ખનન પ્રવૃત્તિને કારણે મંદિરના દર્શનાર્થે આવતા ભક્તો નીચે ઉતરી સ્નાન કરવા જતાં ભૂતકાળમાં ડૂબી જવાની ઘટનાઓ આકાર પામી હતી.જેના કારણે ટ્રસ્ટ દ્વારા ₹.2.5 કરોડની માતબર રકમ ખર્ચ કરી પાળા બનાવી તેમજ સ્નાન ગૃહ નિર્માણ કરવામાં આવ્યું છે.જેથી ભક્ત જનો સ્નાન કરી શકે.જે માટે વયોવૃદ્ધ તેમજ ઉંમર લાયક ભક્ત જનો સ્નાના ગાર સુધી જવા માટે પગથિયાં ઉતરવા ચઢવા અસમર્થ હોય તેમના માટે આધુનિક ઢબે લિફ્ટની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.મંદિર પરિસરમાં ભક્ત જનોને બેસવા માટે ગજીબો તેમજ હિચકાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.હાલમાં જ ઉજવવામાં આવેલા શિવરાત્રીના પર્વ નિમિતે ગલતેશ્વર મંદિર પરિસરમાં અંદાજિત 1 લાખથી વધુ ભકતજનો દ્વારા દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી હતી. મંદિર પરિસરમાં જ દર્શને આવતા ભક્તોની પ્રસાદી માટે વિશાળ ભોજનાલય ચલવવામાં આવી રહ્યું છે.