બોગસ દસ્તાવેજ બનાવી સરકારશ્રીની મંજૂરી વગર ખનીજ સંપતિનું ખનન કરી વહન કરેલ આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી નાગેશ્રી પોલીસ
ગુન્હાના કામની વિગત:-
ગઇ તા.૧૭/૦૨/૨૦૨૩ ના રોજ આરોપી નં.
(૧) રવિભાઇ રામભાઇ વંશએ તથા આરોપી નં
.(૨) રવિભાઇ ભીખાભાઇ સોસાએ તેના હવાલા વાળા ટેક્ટર તથા ટ્રોલીઓમાં બિલ્ડીંગ લાઇમસ્ટોન (બેલા) છ-છ મેટ્રીક ટન મળી કુલ-૧૨ મેટ્રીક ટનની કી.રૂ.૫૦.૦૦૦/- ના આરોપી નં.
(૩) ભરતભાઇ કાળાભાઇ કામળીયાએ ભરાવી આપી બોગસ રોયલ્ટી પાસોં બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી બોગસ દસ્તાવેજ બનાવી સરકારશ્રીની મંજુરી વગર ખનીજ સંપત્તિનું ખનન કરી વહન કરી બંને ટ્રેકટરોની કમ્પાઉન્ડીંગ ફી કુલ રૂ.૫૦,૦૦૦/- તથા રોયલ્ટીની રકમ રૂ.૬૦૦/- તથા પર્યાવરણીય વળતર વસુલાતના રૂ.૯૩૬/- મળી કુલ રૂ.૧,૧૧,૫૩૬ ની
સરકારશ્રીને નુકશાન પહોચાડવાના ઇરાદે ઠગાઇ કરી ગુન્હો કરવામાં એકબીજાને મદદારી કરી ગુન્હો કરેલ હોય,
જે અંગે માઇન્સ સુપરવાઇઝર, ભુસ્તરશાસ્ત્રીની કચેરી-અમરેલી વાળાએ કરીયાદ આપતા જે અંગે નાગેશ્રી પોસ્ટે પાર્ટ એ ગરને111૯૦૪૦૩૦૦૪૫/૨૦૨, આઇ પી.સીકલમ ૪૫, ૪૭, ૪૬૮ ૬૭૧ તથા MOR CT/15957 ના કલમ ૪(૧) મુજબ તથા ગુજરાત ગૌણ ખનીજ ખાણકામ, હેરફેર , સંગ્રહ નિવારણ નિયમો-૨૦૧૭ ની કલમ ૩.૨૧,૨૨(અ )મુજબનો ગુન્હો તા.૧૯/૦૨/૨૦૨૩ ના ક.૨૨/૩૦ વાગ્યે રજીસ્ટર થયેલ
જે અન્વયે નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર થી કે, એસ,ડાંગર તથા નાગેશ્રી પોલીસ સ્ટાફ દ્વારા ઉપરૉયન ગુનાના આરોપીઓ ને ગણતરીની ક્લાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ-
(૧) રવિભાઈ રામભાઇ વંશ ઉં. વ.૨૦, રહે. નાથડ,- નવાપરા વિસ્તાર, તા.ઉના, જિ.ગીર સોમનાથ.
(ર) રવિભાઇ ભીખાભાઇ સોસા ઉં. વ.૨૩, ધંધો.ડ્રાંઇવિંગ, રહે.નાઠેજ,વાડી વિસ્તાર, તા.ઉના, જી.ગીર સોમનાથ,
(૩) ભરતભાઇ કાળાભાઈ કામળીયા ઉં. વ.૩૧, ધંધો. ડ્રાઇવીંગ, રહે. સાચકવડ, વાડી વિસ્તાર, તા.ઉના, જિ.ગીર સોમનાથ,
આ કામગીરી નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એમ.ડાંગર તથા મધુભાઈ પોપટ તેમજ નાગેશ્રી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી