હાલમાં કામરેજ DYSP તરીકે કાર્યરત બી.કે વનાર દ્વારા તેમની બજાવેલી અગાઉની ફરજ દરમ્યાનના દિલધડક ઓપરેશન અને ગુનાશોધક કામગીરી અન્ય અધિકારીઓ માટે પ્રેરણા રૂપ કહી શકાય છે.વર્ષ 2004 બેચની સીધી ભરતી દ્વારા P.S.Iની તાલીમ દરમ્યાન જ બેસ્ટ કેડેટ એવોર્ડ મેળવી સ્વોર્ડ ઓફ ઓનર તરીકે વિજેતા જાહેર થયા હતા.તેમની નોકરીની શરૂઆત રાજકોટ ગ્રામ્ય,મોરબી,જૂનાગઢ,વલસાડ જિલ્લા P.S.I તેમજ ગોધરા,પંચમહાલ,મહીસાગર સુરત શહેર ગ્રામ્ય P.I એસીબી સુરત વડોદરા,ગાંધીનગર રીજીયન DYSP સ્ટેટ આઇ.બી તેમજ હાલમાં તેઓ કામરેજ DYSP તરીકે ફરજ બજાવી રહ્યા છે.કામરેજ DYSP બી.કે વનાર તેમની વર્તમાન સમય સુધીની નોકરીમાં કુલ 12 જિલ્લામાં 24 બદલીઓ સહિત 800 જેટલા ગૌરવશાળી ઇનામો મેળવી ચૂક્યા છે.સુરત શહેર ક્રાઇમ P.I તરીકેની તેમની કામગીરી મહત્વની બની રહી હતી.જેના નામ માત્રથી ભલભલા ધ્રુજી ઉઠી એવા અંદર વર્લ્ડના માફિયા ડોન બબલુ શ્રી વાસ્તવને ઉત્તર પ્રદેશના બરેલીથી સુરત લાવનાર સુરતના તત્કાલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ બી.કે વનાર હતા.તેમના નેજા હેઠળ બબલુ શ્રીવાસ્તવને સુરત ખાતે કોર્ટ કાર્યવાહી માટે લાવવામાં આવ્યો હતો.2014 માં ₹.150 કરોડની વસુલાત માટે અફરોઝ ફટ્ટાની સોપારી કાંડમાં ગેંગસ્ટર બબલુ શ્રીવાસ્તવને સુરતમાં લાવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવા સુધીની કામગીરીમાં જરા પૂરતી પણ ચૂક તેમના રાખવામાં આવી ના હતી.બબલુ શ્રી વાસ્તવની સુરત કોર્ટની કામગીરી દરમ્યાન તત્કાલ પી.આઇ બી.કે વનાર દ્વારા બબલુ સામે ચાલતા કેસની ગંભીરતાને લઈ તેમણે તેના કેસની સુનાવણી બંધ બારણે થવી જોઈએ તેવી રજૂઆત કરી હતી.કેમકે કેસ જાહેરમાં ચાલે તો તેની તપાસ સાથે જેટલા લોકો જોડાયેલા હતા તેમના પર અસર થઈ શકે એમ હતું.જોકે કોર્ટે દ્વારા અરજી મંજૂર કરી રિમાન્ડ અરજી બંધ બારણે ચાલી હતી.સુરત શહેર પી.આઇ તરીકેની તેમની કામગરી નિષ્પક્ષ અને નિર્વિવાદ રહી છે.તેમણે તેમની કામગીરી દરમ્યાન સાંસદ દર્શના જરદોશના દત્તક ગામ સરસ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિને ₹.25 હજારની લાંચ,નકલી મામલતદાર બની ડીમોલીશન અટકાવનાર મામલતદારને ₹ 3 લાખની લાંચ,સી.એ મારફતે ₹ 75 હજારની લાંચ લેતા આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર,કોંગ્રેસના મહિલા પતિની ઓફિસમાં જ તેમના પુત્રને 15 હજારની,સુરત એરપોર્ટના જોઇન્ટ જી.એમ ને ₹.1.50 લાખની,ભાજપ કોર્પોરેટ નેન્સી સુમરાના પિતા અને ભાઈ તેમજ ચાલુ કારમાં વાપીના આઇ ટી અધિકારીને ₹.1.55 લાખની લાંચ લેતા ઝડપી પાડી લાંચીયાઓમા ફફડાટ ફેલાવી દીધો હતો.દારૂની રેલમછેલ માટે સુરતના કુખ્યાત ગોલવાડમાં એક મહિના સુધી તત્કાલ પી.આઇ બી કે વનાર દ્વારા સજ્જડ દારૂ બંધી લાદી દેવામાં આવી હતી.ગોલવાડમાં એક જ દિવસમાં 40 વખત રેઇડ કરી 15 થી 20 જેટલા બુટલેગરોને પકડી જેર કરી દઈ ગોલવાડની દારૂબંધી માટેની અશક્યતાનો છેદ ઉડાવી દેવાયો હતો.સુરત ટેક્ષટાઇલ્સ માર્કેટમાં થઈ રહેલા મોટા પાયે ઉઠમણાં અટકાવવા પી.આઇ બી.કે વનારના માધ્યમથી ટેક્ષટાઇલ્સ સુરક્ષા એપ્સ બનાવવામાં આવી હતી.રામકૃષ્ણ એક્ષપોર્ટમાં થયેલી ₹.ત્રણ કરોડના હીરાની ચોરી પ્રકરણનો ભેદ ઉકલેવામાં તેમની ભૂમિકા મુખ્ય રહી હતી.વર્ષ 2022માં સુરત ગ્રામ્ય DYSP બનેલા બી.કે વનાર દ્વારા બહુ ચર્ચિત પાસોદરાની ગ્રીષ્મા હત્યા કાંડમાં DYDP બી.કે વનારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી કામગીરી સહિત કેસના ઝડપી નિકાલ માટે થયેલી સીટ ની ટીમની રચનામાં બી.કે વનાર ટીમના મુખ્ય અધિકારીની ભૂમિકામાં રહ્યા હતા.તેમની આગેવાનીમાં બનેલી સીટની ટીમ દ્વારા ગ્રીષ્મા હત્યા કાંડના આરોપી ફેનીલ ગોયાણીને ટૂંકા ગાળામાં જ સજા સંભળાવવામા આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কামৰূপৰ কঞাঁ আৰক্ষীয়ে আটক কৰিলে নিষিদ্ধ ড্ৰাগছ সহ ব্যৱসায়ীক
কামৰূপ জিলাৰ ৰঙিয়া মহকুমাৰ অন্তৰ্গত কঞাঁ আৰক্ষী থানাৰ ভাৰপ্ৰাপ্ত আৰক্ষী বিষয়া প্ৰমোদ কোৱৰৰ...
महाराष्ट्र विधानसभा चुनाव, MVA में सीट शेयरिंग तय:कांग्रेस 100-105, शिवसेना उद्धव 96-100, NCP शरद 80-85 सीटों पर लड़ेगी
महाराष्ट्र विधानसभा चुनाव 2024 के लिए राज्य की 288 सीटों के लिए मंगलवार को महाविकास अघाड़ी (MVA)...
વડગામ વિધાનસભા વિસ્તારમાં AIMIM પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | AIMIM VADGAM | DAILY INDIA NEWS
વડગામ વિધાનસભા વિસ્તારમાં AIMIM પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | AIMIM VADGAM | DAILY INDIA NEWS
રાજકોટ ગોંડલ તાલુકાના શાપર નગરપાલિકા ની ધોર બેદરકારી આવી સામે શાપરમાં રખડતા ઢોરોનો ત્રાસ જાગશે ગુજરાત ન્યુઝ ના રિપોર્ટરના કેમેરામાં તસવીર કેદ
રાજકોટ ગોંડલ તાલુકાના સાપર શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ આજે બુધવારી હાર્ટ બજાર ગાય વાછરડા આખલા...
ચૂંટણી પંચ દ્વારા C-VIGIL મોબાઇલ એપ્લિકેશન પર 1,326 ફરિયાદોમાંથી 1,322 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે
વિધાનસભા ચૂંટણીમાં સામાન્ય નાગરિકો પણ આચારસંહિતાના ઉલ્લંઘન અંગે ફરિયાદ...