બોટાદ ના હારણકુઈ રોડ તેમજ મોહમદ ગફુર સોસાયટીમાંથી ગેરકાયદેસર ઘઉં - ચોખા નો મસમોટો

જથો ઝડપાયો હતો.!બોટાદ પ્રાંત અધિકારી અને મામલતદાર દ્રારા સંયુક્ત રેડ કરી હતી, તે દરમ્યાન ગેરકાયદેસર જથ્થો ઝડપાયો હતો.! ગેરકાયદે અનાજનો જથ્થો મળી આવતા ગેરકાયદે જથો સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.! બોટાદ શહેરના હારણકુઈરોડ ઉપર ભંગારના ગોડાઉનમાં તેમજ સાળંગપુર રોડ ઉપર મોહમદ ગફુર સોસાયટીમાં ગેરકાયદે સર ઘઉં અને ચોખા હોઈ તેવી બાતમી મળતા બોટાદ પ્રાત

અધિકારી દીપક સતાણી અને મામલતદાર તેમજ અન્ય સ્ટાફ સાથે રાખી ગેરકાયદેસર ઘઉં,ચોખાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે .રેડ દરમિયાન હરણકુઈ ભગારના ડેલામાંથી ૧૦૦ જેટલા બોરીઓ જયારે

મોહમદ ગફુર સોસાયટીમાંથી ૪ ટન જેટલો ઘઉં અને ચોખાનો જથ્થો

ઝડપી પાડવામાં આવ્યો હતો તેમજ આ માલ સીઝ કરી અને કાયદેસરની કાર્યવાહીહાથ ધરવામાં આવી હતી.!