અમદાવાદની સંસ્થા દ્વારા નડાબેટ ઝીરો પોઇન્ટ સુધી સાઇકલ રાઈડ યોજાઈ હતી. જેમાં ગુજરાતના 46 યુવકો પૈકી પાલનપુરનો યુવક પણ નિર્ધારિત સમય કરતાં પહેલા રાઈડ પૂરી કરી નડાબેટ પહોંચ્યો હતો.46 યુવકોએ આવવા જવાના 600 કિમીનું અંતર કાપ્યું હતું.
અમદાવાદના સાઇક્લોન સાયકલિંગ ક્લબ દ્વારા અમદાવાદના સિંધુ ભવન રોડથી નડાબેટ ઝીરો પોઇન્ટ સુધીની સાયકલ રાઈડ યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત ભરના 46 યુવકોએ ભાગ લીધો હતો.