ડીસામાં સરકારી હોસ્પિટલ પાસે બે દિવસ અગાઉ  હિંદુ યુવા સંગઠન આગેવાન મનોજ ઠાકોર અને તેમના સાથી મિત્ર અંકીત ઉર્ફે માઈકલ ઠાકોર ઉપર ગંભીર હુમલો થયો હતો જેમાં ચાર શખ્સોએ હુમલો કરતા બંનેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ મામલે ફરિયાદ નોંધાતા ડીસા શહેર ઉત્તર પોલીસે આ ગુન્હાના મુખ્ય આરોપી મુકેશ સોની અને રાહુલ ઠાકોરની અટકાયત કરી છે અને બંનેના રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી ગુનામાં વપરાયેલી કુહાડી પણ જપ્ત કરી છે. જ્યારે હુમલો કરવામાં અન્ય બે આરોપીઓ રાહુલ ઠાકોર અને કિરણ ઉર્ફે કાળુ ઠાકોરના પણ નામ ખુલ્યા છે. જેથી પોલીસે અન્ય બે આરોપીઓની તપાસ હાથ ધરી છે.