ઝાલોદ તાલુકાના લીમડી ખાતે આંતરરાષ્ટ્રીય કલાકારો દ્વારા ૨૩મી ફેબ્રુઆરીએ ભવ્ય ભજન સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું (રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) ઝાલોદ તાલુકાના લીમડી ખાતે પરમ પૂજ્ય શ્રી માતાજી નિર્મલા દેવી સહજ્યોગ ટ્રસ્ટ આયોજિત આંતરરાષ્ટ્રીય કલાકારો દ્વારા ૨૩મી ફેબ્રુઆરીએ ભવ્ય ભજન સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું શ્રી.બી.પી.અગ્રવાલ હાઈસ્કૂલ લીમડી મુકામે યોજવામાં આવેલ છે જેમાં ૪૦ જેટલા વિદેશી સહજ્યોગી કલાકારો દ્વારા પ્રસ્તુત ભારતીય સાંસ્કૃતિક કાર્યક્રમ સહજ્યોગી પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમ લીમડી ખાતે યોજવામાં આવેલ છે
ભારતમાં આવતાં ૪૦ થી વધુ કલાકારો ભારતીય શાસ્ત્રિય સંગીત.વાદ્ય સંગીત અને શાસ્ત્રીય નૃત્ય દ્વારા યોગ અને ધ્યાન સાથે આત્મ સાક્ષાત્કારનો અનુભવ કરાવશે.આ તમામ સાધકો પોતાના ખર્ચે ભારત આવ્યા છે તમામ સાધકો અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને સક્રિયપણે કાર્ય કરી રહ્યા છે.આમાં ડોક્ટરો.એન્જિનયરો.સંગીતકારો.શિક્ષકો.ગાયકો વગેરેનો સમાવેશ થાય છે જેઓ બે મહિનાના પોતાના વ્યસ્ત કામમાંથી સમય કાઢીને યોગધારા કાર્યક્રમ દ્વારા જનજાગૃતિ ફેલાવવા ભારતમાં રહે છે
આ સાધકો ઇટાલી.જર્મની.કેનેડા.રોમાનિયા.હંગેરી.
તાઇવાન.ઓસ્ટ્રેલિયા.રશિયા.યુકે.લંડન. ફ્રાન્સ.આયર્લેન્ડ.વેસ્ટ ઈન્ડિઝ.ચેક રિપબ્લિક.નેદ્ધરલેન્ડ.દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાંથી ભારત પહોચિયા છે યોગધારા ભારતના ૧૩ રાજ્યોના ૩૩ અલગ અલગ શહેરોમાં ૪૦ કાર્યક્રમોનું આયોજન કરશે યોગ્ધારા કાર્યક્રમ ૨૩ જાન્યુઆરી ૨૦૨૩ થી ૨૩ માર્ચ ૨૦૨૩ દરમિયાન યોજાશે.૨૩ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં દિલ્હી.હરિયાણા.
ઉત્તરપ્રદેશ.ઉતરાખંડ.ચંદીગઢ.રાજસ્થાનમાં કાર્યક્રમો યોજાયા છે
સહજ્યોગસંથનો પરિચય...માતાજી નિર્મલાદેવી દ્વારા ૧૯૭૦ માં સ્થાપિત સહજ્યોગ કોંનગ્રિટીવ સાઇન્સ પર આધારિત યોગ છે.તેના સાધકો સહજ્યોગ ધ્યાન પ્રચાર માટે વિશ્વભરમાં કાર્યરત છે સહજ્યોગ માનવજાતિના હીત માટે ૧૪૦થી વધુ દેશોમાં કાર્યરત એન.જી.ઓ.છે.
અમદાવાદમાં પણ સહજ્યોગના પાંચથી વધુ ધ્યાન કેન્દ્રો કાર્યરત છે.સહજ્યોગ
ધ્યાન સંસ્થાન
"યોગધારા" નામના કાર્યક્રમની યજમાની કરી રહી છે જેનો ઉદ્દ્શય લોકોને યોગનો પ્રકાશ બતાવવાનો છે જે ઝાલોદ તાલુકાના લીમડી ખાતે પરમ પૂજ્ય શ્રી માતાજી નિર્મલા દેવી સહજ્યોગ ટ્રસ્ટ આયોજિત આંતરરાષ્ટ્રીય કલાકારો દ્વારા ૨૩મી ફેબ્રુઆરીએ ભવ્ય ભજન સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું શ્રી.બી.પી.અગ્રવાલ હાઈસ્કૂલ લીમડી મુકામે યોજવામાં આવેલ છે જેમાં ૪૦ જેટલા વિદેશી સહજ્યોગી કલાકારો દ્વારા પ્રસ્તુત ભારતીય સાંસ્કૃતિક કાર્યક્રમ સહાજ્યોગી પરિવાર દ્વારા આયોજિત સંગીત.નૃત્ય.આત્મસાક્ષાત્કાર અને ધ્યાનનું જાહેર કાર્યક્રમ લીમડી ખાતે ૨૩-૦૨-૨૦૨૩ પૂર્વ સાંજે ૭.૦૦.ક થી ૧૦.૦૦ ક સુધી યોજવામાં આવેલ છે સહજ્યોગ પરિવાર દ્વારા આપ તમામ લોકોને પધારવા ભાવ ભર્યુ આમંત્રણ આપવામાં આવે છે