ગુજરાતમાં છેલ્લા ત્રણ - ચાર દિવસથી ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના દસથી વધુ શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર નોંધાયો છે. સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં ગરમીનું તાપમાન 35 ડિગ્રી જેટલું હોય છે. પંરતુ આ વર્ષે 40 ડિગ્રીએ પહોંચ્યું છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 48 કલાક હિટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જવાની શક્યતા છે. આ સાથે સુકા અને ગરમ પવનો ફૂંકાશે. તો બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ તાપમાન 39 ડિગ્રી આસપાસ રહેશે. તેમજ બપોરના સમયે ગરમ પવનો ફૂંકાવાની શક્યતા છે. હાલમાં રાજ્યમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 48 કલાક હિટવેવની આગાહી બપોરના સમયે ગરમ પવનો ફૂંકાવાની શક્યતા