અમદાવાદ,તા.20
5,087 લોકોએ એક ઉમદા હેતુ માટે નોંધણી કરાવી હતી અને સામાજિક ઉત્થાન માટે કામ કરતી ચાર લાભાર્થી એનજીઓ માટે રૂ. 81.01 લાખ (98 હજાર ડોલર) ઊભા કરાયાં.
અમદાવાદ શહેરમાં આજે 21માં વાર્ષિક મોટિફ-ટીટીઇસી ચેરિટી વોકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5,087 ઉત્સાહી વૈશ્વિક રજિસ્ટ્રન્ટ્સે આ બહુપ્રતિક્ષિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વ્યક્તિઓ અને કંપનીઓને એકસાથે આવવા માટે એક પારદર્શક પ્લેટફોર્મ પ્રદાન કરતું, આ ચેરિટી વોક આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપે છે અને 4 વિવિધ એનજીઓ માટે ભંડોળ ઉભું કરે છે. અમારી પાસે વૈશ્વિક ભાગીદારી ઉપરાંત ભારતના વિવિધ શહેરોમાંથી સહભાગીઓ હતાં.
4 કિ.મી./7.5 કિલોમીટરની દોડ સવારે સાત વાગ્યે શરૂ થઈ હતી જેનું મોટિફ-ટીટીઈસી ચેરિટી વોકના ફેસબુક અને યુટ્યુબ એકાઉન્ટ્સ પર લાઈવ સ્ટ્રીમિંગ કરાયું હતું.
21મી વાર્ષિક ચેરિટી વોકના લાભાર્થી એનજીઓ આ મુજબ છેઃ
• સંજીવની લાઇફ બિયોન્ડ કેન્સર – વર્ષ 2012થી અત્યાર સુધીમાં જાગૃતિ, પરામર્શ, પુનર્વસન, પોષણ સંબંધિત સહાયતા, કૌશલ્ય વિકાસ અને સમગ્રતયા ઉપચાર મારફતે ભારતનાં વિવિધ રાજ્યોમાં વંચિત દર્દીઓ માટે કેન્સરની વિસ્તૃત સારસંભાળ-80જી
• શ્રી ભોજાય સર્વોદય ટ્રસ્ટ – ગુજરાતનાં કચ્છ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારોમાં પછાત બાળકો અને મહિલાઓનાં સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું સમાધાન કરવા માટે તબીબી અને સર્જિકલ સારવાર; માનસિક વિકલાંગતા ધરાવતા ગ્રામીણ છોકરાઓ માટે રહેણાંક તાલીમ કેન્દ્ર, 1996 થી-80જી
• સ્વપથ ટ્રસ્ટ – ગુજરાતના ડાંગ જિલ્લામાં સૌથી નબળાં વર્ગના બાળકોને શાળામાં અભ્યાસ ચાલુ રાખવા પ્રેરિત કરવા ,ઉચ્ચ શિક્ષણ સહાય તથા વિશેષ પુનઃવસન કાર્યક્રમ દ્વારા શિક્ષણ અને પુનઃવસન- 1997થી -80જી
• ઉદયન કેર - ભારતના વિવિધ રાજ્યોમાં વંચિત મહિલાઓ અને યુવાનોને આત્મનિર્ભર બનવા અને રોજગારક્ષમતા પ્રાપ્ત કરવા માટે છોકરીઓને ઉચ્ચ શિક્ષણ સહાય અને વ્યાવસાયિક કૌશલ્ય તાલીમ- 1994થી 80જી
ઉપરોક્ત ચાર એનજીઓ માટે ભંડોળ એકઠું કરવા માટે 34 કંપનીઓએ 2023 મોટિફ-ટીટીઇસી ચેરિટી વોકને ટેકો આપ્યો હતો. આ વર્ષે વ્યક્તિગત રજિસ્ટ્રેશન અને સ્પોન્સરશિપ દ્વારા કુલ રૂ. 81.01 લાખ (98 હજાર ડોલર) એકત્ર કરવામાં આવ્યા હતા. ટીટીઇસીએ રજિસ્ટ્રેશન મેચિંગ અને ડોનેશન તરીકે કુલ રૂ. 30 લાખ (36હજાર ડોલર)નું યોગદાન આપ્યું હતું. તમામ સ્પોન્સરશિપ ચેક સીધા એનજીઓના નામે લખવામાં આવ્યા હતા. 21 વર્ષમાં કુલ 95,404 વોકર્સ/રનર્સ અને 279 કોર્પોરેટ સ્પોન્સર્સે વાર્ષિક મોટિફ-ટીટીઇસી ચેરિટી વોકમાં ભાગ લીધો છે અને વિવિધ 70એનજીઓ માટે રૂ.10.53 કરોડ (1.73 મિલિયન ડોલર) એકત્ર કરવામાં મદદ કરી છે.
ટીટીઇસીના ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, બીજુ પિલ્લઇએ જણાવ્યું હતું કે, "અમે આજે અમારા વાર્ષિક મોટિફ-ટીટીઇસી ચેરિટી વોકની 21 મી આવૃત્તિ પૂર્ણ કરી છે. તેને સફળ બનાવવા માટે દાખવેલા અદભૂત સમર્થન માટે દરેકનો આભાર. અમારા પ્રાયોજકો અને વિશ્વભરમાં 5000થી વધુ રજીસ્ટ્રન્ટ્સ/સહભાગીઓના સતત સમર્થનને કારણે, અમે 4 વિવિધ એનજીઓ માટે રૂ. 81.01 લાખ (98હજાર ડોલર) ઊભા કરી શક્યા છીએ. તમામ સ્વયંસેવકો, મ્યુઝિક બેન્ડ્સ અને શાળાના બાળકોનો વિશેષ ઉલ્લેખ કરીશ કે જેમણે આને એક ઉચ્ચ ઉર્જાદાયક અને મનોરંજક કાર્યક્રમ બનાવ્યો. છેલ્લા 21 વર્ષ દરમિયન અમારી આ સફર ખરેખર વિનમ્ર રહી છે - 279 દાતાઓ, 95,400+ વોકર્સ, 70 વિવિધ એનજીઓ અને સૌથી અગત્યનું ટીટીઇસી ઇન્ડિયાના કર્મચારીઓ, જેમણે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીની સહાય વગર આ ઇવેન્ટનું સફળ આયોજન કરવા માટે ખૂબ જ મહેનત કરી છે. સામૂહિક રીતે, આપણે આ કારણોને ટેકો આપીને હજારો લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે સક્ષમ છીએ અને સમાજના આરોગ્ય અને સુખાકારી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત કરી છે. આપણે સાથે મળીને તફાવત આણ્યો છે."
મોટિફ-ટીટીઇસી ચેરિટી વોકની વર્તમાન આવૃત્તિના મુખ્ય પ્રાયોજકોમાં સામેલ છેઃ
પ્રેઝન્ટિંગ સ્પોન્સર – ગોયલ એન્ડ કંપની અને ટીટીઇસી
પ્લેટિનમ સ્પોન્સર્સ - ઇબે
ગોલ્ડ સ્પોન્સર્સ- અજ્ઞાત, એરબીએનબી અને ખુશી – એમ્બિયન્ટ મીડિયા પાર્ટનર
સિલ્વર સ્પોન્સર્સ - શેઠઈન્ફો
બ્રોન્ઝ સ્પોન્સર્સ – ક્લિઆન્થા રિસર્ચ, ઇગ્નાઈટ, કેન્સવિલે ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ – સેવી, ન્યૂ અર્બુદા બિલ્ડર્સ, પેસ્ટ કન્ટ્રોલ એન્ટરપ્રાઇઝ, સફલ કન્સ્ટ્રક્શન્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, સિમ્યુલેશન્સ પબ્લિક અફેર્સ મેનેજમેન્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ, અને ટેલિકનેક્ટર્સ
એસોસિયેટ સ્પોન્સર્સ - અનામી, બ્લેઝનેટ, ક્લેરિસ લાઇફસાયન્સિસ લિમિટેડ, સિટીશોર, CreativeYatra.com, જેડબ્લ્યુ લાઇફસ્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ, મેઘા કમ્યુનિકેશન્સ, ક્યુએક્સ ગ્લોબલ સર્વિસીસ એલએલપી, રિટેલમીનોટ, રૂબિક ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ, અને સુનીજ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ
- અમદાવાદ મિરર અને રેડિયો મિર્ચીના સહયોગથી
ભાગીદારો - એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, ધ હાઉસ ઓફ એમજી, શેલ્બી મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ, ગેલન્સ, વાઘબકરી ટી ગ્રુપ અને હેલ્થ પ્લસ
એનજીઓની પસંદગી પ્રક્રિયા પાછળના સિદ્ધાંતો
• તમામ ચેક સીધા જ લાભાર્થી એનજીઓના નામે લખવામાં આવે છે
• પછીના વર્ષમાં કોઈ પણ એનજીઓનું પુનરાવર્તન કરાતું નથી.
• ટીટીઈસીના કોઈ પણ ડિરેક્ટર કોઈ પણ પસંદ કરાયેલી એનજીઓના ટ્રસ્ટી નથી હોતા.