ઇડરમાંથી પાંચ માસ અગાઉ બાઇકની ચોરી કરનારા દાંતીવાડા તાલુકાના પાંસવાળના શખ્સને પાંથાવાડા પોલીસે ઝડપી લીધો હતો.

પાંથાવાડા પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મોટર સાયકલ લઈ આવતા ચાલકને ઉભો રાખી તેની પાસે વાહનના કાગળો માગતા મળી આવ્યા ન હતા. જેની પૂછપરછ કરતા સોમાજી માધાજી ઠાકોર (રહે.પાંસવાળ,તા.દાંતીવાડા) હોવાનું તેમજ મોટર સાયકલ પાંચ માસ અગાઉ ઇડર વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.