ખંભાત શહેરના કડિયાપોળની ખડકીમાં આવેલ બે માળના મકાનમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી.જેમાં ફ્રીજ સહિત ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી.જો કે આગ લાગવાની ઘટનાની જાણ ખંભાત નગરપાલિકા ફાયર બ્રિગેડને કરતા તાબડતોબ નગરપાલિકા ફાયર બ્રિગેડ સહિત ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.એકાએક ભભૂકેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પૂર્વે ફાયર ટીમના નાઝીમ આગા તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ વિજયસિંહ પરમાર (રાજભા)એ તેમજ ફાયર ટીમે ભારે જહેમત ઉઠાવી આગને કાબુમાં કરી હતી.
(સલમાન પઠાણ-ખંભાત)