હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમના કર્મચારીઓ જયેશ કોટવાલ તેમજ વાય.કે.પટેલને વર્ધી મળી હતી કે હાલોલ તાલુકાના જાંબુડી ખાતે આવેલ આદર્શ નિવાસી શાળા પાછળ રહેતા એક પરિવારના મકાનની અંદર આવેલા એક લોખંડના પીપળામાં અજગર આવી ચડ્યો છે જે માહિતીના આધારે ફાયર ફાઈટરની ટીમના કર્મચારી જયેશ કોટવાલે ઘટના સ્થળે પહોંચી અંદાજિત ચાર થી સાડા ચાર ફૂટના અજગરનું ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યુ કર્યું હતું જેને લઇને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો જે બાદ મળેલ બીજી વર્ધીના આધારે હાલોલ વડોદરા હાઇવે રોડ પર ટોલનાકા પાસે એક બાઈકમાં લાકડી જેવો પાતળો બિનઝેરી તાંબાપીઠ પ્રજાતિનો ઉડી શકે તેવો સાપ જોવા મળતા બનાવ અંગેની જાણ થતા જયેશ કોટવાલે ટોલનાકા ખાતે પહોંચી બાઇકમાંથી તાંબાપીઠ સાપને ઝડપી રેસ્ક્યુ કર્યું હતું જેમાં ઝડપાયેલા બન્ને સાપ અજગર અને તાંબાપીઠને જંગલ વિસ્તારમાં સહી સલામ છોડી મૂકવામાં આવ્યા હતા.