તારાપુર પંડ્યાફળી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રી પર્વે મોડી રાત સુધી શિવાલયમાં ચાર પ્રહરની પૂજા કરવામાં આવી
તારાપુર પંડ્યાફળી સ્થિત નિલકંઠ મહાદેવ મંદિર ખાતે શિવાલયમાં ગણેશ ભજન મંડળ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ મહા શિવરાત્રી પર્વે મોડી રાત સુધી ચાર પ્રહરની મહા પૂજા અર્ચના આરતી દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં આ વર્ષે પણ નિજ મંદિર પરિસરમાં ભુદેવ મૌલેશભાઇ ઉપાધ્યાય દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ શિવજીની મહા પૂજામાં બેઠેલ યજમાનોને ચાર પ્રહરની મહા પૂજા અર્ચના કરાવી હતી અને બે બે કલાકના ગાળે આખી રાત વહેલી સવાર સુધી ચાર પ્રહરની મહા પૂજા કરાવવામાં આવી હતી જેમાં શિવાલયમાં ભાંગ, ધી, દુધ, પાણી, પંચામૃત, શેરડીનો રસ, નાળીયેરનું પાણી વિગેરેથી યજમાનોએ અભિષેક મહા પૂજા કરી મહા આરતી દર્શનનો લ્હાવો લીધો હતો..