કાલોલના ડેરોલ ગામે ખુલ્લામાં જુગાર રમતા છ જુગારીઓને કાલોલ પોલીસે રેડ કરીને પકડી પાડ્યા

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

કાલોલ તાલુકના ડેરોલ ગામે આવેલ દૂધડેરીની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક ઈસમો ભેગા મળીને પતા-પાના વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે તેવી ચોક્કસ બાતમીના આધારે કાલોલ પોલીસે રેડ કરીને છ જુગાર રમતા જુગારીઓને પકડી પાડ્યા હતા ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ કાલોલ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીદાર થી ચોક્કસ બાતમી મળેલ કે ડેરોલ ગામે આવેલ દૂધડેરીની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પાના પત્તાનો પૈસા વડે હાર જીત નો જુગાર રમી રહ્યા છે ત્યારે મળેલ બાતમીના આધારે પોલીસે નજીકમાંથી બે પંચોના માણસો બોલાવી મળેલ જુગારની બાતમીની હકીકતથી વાકેફ કર્યા હતા અને ત્યાર બાદ બાતમી વાળી જ્ગ્યાએ જઇને કાલોલ પોલીસ દ્વારા રેડ કરતા કેટલાક ઈસમો જાહેરમાં ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળું વળીને ભેગા બેસીને કઈક રમતા હતા જેથી પોલીસે તમામને કોર્ડન કરીને ચારેય બાજુ થી ઘેરી લીધા હતા ત્યારે સદર જ્ગ્યાએ રેડ કરતા રમવા બેસેલા ઈસમો પોલીસ જોઈને ભાગવા લાગયા હતા ત્યારે પોલીસના માણસોએ દોડીને તમામ રમવા બેઠેલા જુગારીઓને પકડી પાડ્યા હતા અને જુગારવાળી જગ્યાએ થી ગજી પત્તા પાના તથા ભારતીય ચલણી નોટો વેર વિખેળ જોવા મળી હતી ત્યારે જુગારીઓ દાવ ઉપર મુકેલ કુલ રૂપિયા ૩૧૧૦/- તેમજ પકડાયેલા જુગારીઓની અંગ ઝડતી કરતા રૂપિયા ૨૭૫૦/- સાથે કુલ રૂપિયા ૬૧૬૦/-ના મુદામાલ સાથે કાલોલ પોલીસે છ જુગારીઓને પકડી પાડીને જુગાર ધારા કલમ-૧૨ મુજબ કાયદેસરની ફરિયાદ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પકડાયેલ ઈસમો (૧) વિશાલકુમાર લક્ષ્મણસિહ સોલંકી.(૨) સંકેતકુમાર મહેશભાઈ પટેલ (૩) અક્ષયકુમાર સતિષભાઈ સોલંકી (૪) ધીરુભાઈ નાનાભાઈ રાઠોડ (૫) રાકેશકુમાર ભાઈલાલભાઇ પટેલ (૬) યોગેન્દ્રસિહ દેવેન્દ્રસિહ ચાવડા. એમ કુલ છ ઇસમોની અટકાયત કરી છે