ધનસેરા ખાતે આવેલી જમીન બળજબરી પૂર્વક કબજો જમાવી ગેરકાયદેસર પચાવી પાડતા ગુનો નોંધાયો

મળતી માહિતી અનુસાર આ કામના ફરિયાદી નાજાબેન જેગાભાઈ વસાવા ની ધનશેરા ખાતે આવેલી સરવે નંબર 16 ક્ષેત્રફળ 1-85-36 નંબર વાળી જમીન આ કામના આરોપી સુપાભાઈ વેસ્તાભાઈ વસાવા એ ફરિયાદી પાસેથી બળજબરીથી ગેરકાયદેસર અને અનધિકૃત રીતે કબજો કરી ખેતી કરવા અને તેમાં રહેણાંક મકાન બનાવવા હેતુ પાકા મકાન બનાવીને જમીન પચાવી પાડી હોવાથી આ કામના ફરિયાદી નાજાબેન જેગાભાઈ વસાવા એ સાગબારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે સદર ઘટનાની જાણ સાગબારા પોલીસને થતા સાગબારા પોલીસે આરોપી સુપાભાઈ વેસ્તાભાઈ વસાવા વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે