હાલોલ ખાતે આવેલી મસવાડ જીઆઇડીસી-૨ માં આજરોજ મેગા વૃક્ષારોપણના કાર્યક્રમનું ભવ્ય આયોજન મસવાડ જીઆઇડીસી-૨ એસોસિએશન અને હાલોલ લાયન્સ કલબ સનરાઈઝના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે હાલોલ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજાએ વિશેષ હાજરી આપી હતી જેમાં સૌપ્રથમ પી.આઇ.આર.એ જાડેજા સહિત ઉપસ્થિત મહાનુભવોનું અભિવાદન સહિતનો કાર્યક્રમ યોજાયા બાદ મસવાડ જીઆઇડીસી-૨ ખાતે વિવિધ સ્થળોએ પી.આઇ.આર.એ.જાડેજા અને ઉપસ્થિત મહાનુભવોના વરદ હસ્તે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ ઝાડ,છોડવા અને રોપાઓનું રોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હાલોલ લાયન્સ કલબ સનરાઈઝના પ્રમુખ હર્ષદભાઈ પટેલ સહિત સદસ્યો તેમજ મસવાડ જીઆઇડીસી-૨ ના પ્રમુખ વિજયભાઈ પટેલ અને તેઓની ટીમ સહિત જીઆઇડીસીના ડેપ્યુટી એન્જિનિયર ફેનિલ પટેલ, નાવરીયા ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ રાઠોડ અને જીઆઇડીસીના અનેક ઉદ્યોગકારોએ હાજરી આપી હતી