ભાવનગર મ્હે.રેન્જ આઇ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબ તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.રવિન્દ્ર પટેલ સાહેબ તથા ના.પો.અધિ.શ્રી જે.એચ.સરવૈયા સાહેબ મહુવા વિભાગ નાઓ તથા પો.ઇન્સ.શ્રી એ.આર.વાળા તળાજા પો.સ્ટે નાઓએ અન ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપવામાં આવી હતી.                                                                           જેના આધારે આજરોજ તળાજા પો.સ્ટે. વિસ્તારમાં વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન તળાજા શેત્રુંજી નદીના પુલ પાસેથી એક ઇસમ એક કાળા કલરની હિરો સ્પ્લેન્ડર મો.સા. નંબર વગરની લઇને નિકળતા જેને ઉભો રાખી પુછપરછ કરતા સદરહુ મો.સા.ના કોઇ આધાર પુરાવા રજુ ન કરતા ઈ ગુજકોપ પોકેટ કોપ મા સર્ચ કરતા સદરહુ મો.સા. ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનુ જણાતા મજકુરને તળાજા પો.સ્ટે.માં લાવી કાયદેસરની કાર્યવાહી કરી મજકુરની પુછપરછ દરમ્યાન આજથી સાðક માસ પહેલા તળાજા જુની તાલુકા પંચાયત પાસેથી બજાજ પ્લેટીના મો.સા.ની ચોરી કરી મો.સા.ભદ્રાવળથી દિહોર રસ્તે હનુમાનજીની દેરી પાસે મુકી નાસી ગયેલ હોવાની કબુલાત આપતા મજકુરને તળાજા પો.સ્ટે.એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૫૩૨૨૦૧૪૪/૨૦૨૨ ઇ.પી.કો.કલ-૩૭૯ મુજબના કામે અટક કરી વણશોધાયેલ ચોરીનો ગુન્હો શોધી કાઢી સરાહનીય કામગીરી કરેલ છે તેમજ સદરહુ મો.સા. બાબતે પુછપરછ કરતા સદરહુ મો.સા. એકાદ વર્ષ પહેલા જુનાગઢ ભવનાથ તળેટી માંથી સદરહું મો.સા.ચોરી કરેલ. આરોપી. જયેશ ઉર્ફે ટકો દિનેશભાઇ પરમાર ઉ.વ.૨૩ રહે.હમીરપરા ગામ તા.તળાજા જી.ભાવનગર ઝડપાયો હતો.                                                                         આ કામગીરીમાં તળાજા પો.સ્ટે.ના હેડ કોન્સ.જે.જી.ચૌહાણ તથા હેડ કોન્સ.એ.એસ.,મેસરીયા તથા પો.કોન્સ.યોગરાજસિંહ વાળા તથા પો.કો.ભરતભાઇ સાંખટ પો.કોન્સ.પોપટભાઇ શીયાળ તથા હતા.પો.કો.હારીતસિંહ ગોહિલ મહત્વ કામગીરી બજાવી આરોપી ઝડપી પડ્યો હતો.