રાજુલાના બ્રાહ્મણ સમાજની દીકરી લવ જેહાદમાં ફસાઈ હોય અને વિધર્મી યુવકે ખોટી ઓળખ આપી ભગાડી હોવા અંગેના વાયરલ વિડિઓ બાબતે મોટો ખુલાસો

ગત તા.૧૫/૦૨/૨૦૨૩ ના રોજ રાજુલા ટાઉન વિસ્તારમાંથી એક વિપ્ર સમાજની દિકરી ગુમ થયેલ હતી જે બાબતે દિકરીના ફોટા સાથે સોશ્યલ મીડીયામાં “દિકરી લવ જેહાદમાં ફસાયેલ છે જેને વિધર્મી યુવક ખોટી ઓળખાણ આપી ભગાડી ગયેલ છે એવાં હેડીંગ સાથે પોસ્ટરો વાયરલ થયેલ હતા.

ઉપરોક્ત વિગતમાં જણાવ્યા મુજબના વાયરલ મેસેજ બાબતે ખાનગી રાહે રાજુલા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.

 તે દરમ્યાન ગુમ થનાર દિકરીના માતા પિતાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં આવી પોતાની દિકરી ગુમ થયાં અંગેની જાણ કરતી સ્થાનિક અરજી આપેલ હોય, જેની તપાસ ચાલુ હતી.

તે દરમ્યાન ગુમ થનાર દિકરી ભાવનગર મુકામેથી મળી આવતા ગુમ થનાર દિકરીનુ નિવેદન લેતા ગુમ થનાર દિકરીએ પોતાના નિવેદનમાં ખુલાસો કરતા જણાવેલ કે,

પોતાને અભ્યાસ કરવામાં કંટાળો આવતો હોય અને પોતાને ઘરે કે કોલેજે ગમતુ ન હોય જેથી પોતે પોતાની મેળે રાજુલાથી ભાવનગર જતી બસમાં બેસી ભાવનગર જતી રહેલ હતી અને પોતાને પોતાના પિતા સાથે સંપર્ક થતાં દીકરીના પિતાએ સમજાવતા પોતાને પોતાની ભુલ સમજાતા પોતે પોતાના પિતા સાથે પોતાના ઘરે રાજુલા પરત આવતી રહેલ છે અને પોતે ભાવનગર પોતાની મેળે એકલી જ જતી રહેલ હતી તેમજ પોતાને કોઇએ લવ જેહાદમાં ફસાવેલ નથી"

વિગેરે બાબતો પોતાના નિવેદનમાં જણાવેલ હોય જેથી આ કામે ગુમ થનાર વિપ્ર સમાજની દિકરીને કોઇ વિધર્મી સમાજનો છોકરો ભગાડી ગયેલ નથી અને હાલ આ દિકરી રાજુલા મુકામે તેમના માતા પિતા સાથે રહેતી હોય જેથી “લવ જેહાદ” ની ખોટી અફવા ફેલાવતા મેસેજ વાયરલ નહીં કરવાં રાજુલા પોલીસ દ્વવારા ખાસ અનુરોધ કરવામાં આવે છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.