ડીસા તાલુકાના થેરવાડા ગામે રાત્રી સભા યોજાઇ હતી. ડીસા તાલુકા વિકાસ અધિકારી રુબીસિંહ રાજપુતની અધ્યક્ષતામાં યોજાયેલી આ રાત્રી સભામાં ગ્રામજનોએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. જેમાં ગામની અંદર આરોગ્યની સુખાકારી વધે તે માટે સબ સેન્ટર બનાવવા માટે, પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે બોર બનાવવાની માગ કરી હતી. આ સિવાય પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર વિહોણા લાભાર્થીઓનો સર્વે કરી, જલ્દીથી ઘર મળે અને પશુપાલનની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી.

ઉપસ્થિત અધિકારીઓએ ગ્રામજનોની સમસ્યાઓ એક પછી એક સાંભળી હતી અને તેના ઉકેલ માટે જે તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. જલ્દીથી ગ્રામજનોની સમસ્યાઓનો કાયમી ઉકેલ આવે તેવા પ્રયાસો કરવાની બાંહેધરી આપી હતી.