*બૉલીવુડ ના કલાકારો પણ હવે ગુજરાતી સિનેમા તરફ વધી રહ્યા છે.. આ શુક્રવારે થઈ છે રિલીઝ નવી ગુજરાતી ફિલ્મ "ભેદ"*પ્રીમિયર શૉ ના આયોજન બાદ પણ સિનેમાઘરોમાં દર્શકોને આવી રહી છે પસંદ. ભેદ’ એક સસ્પેન્સ થ્રીલર ફિલ્મ છે જેમાં અપહરણ, ડ્રગ્સ , સસ્પેન્સ અને પોલિસનાં ઘણા મહત્વનાં પાસાઓને આ ફિલ્મમાં બખુબી દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં સંતાનો અને માતા પિતા વચ્ચે સંબંધ તેમજ સંઘર્ષની વાત કરવામાં આવી છે. થ્રિલર સાથે આ ફિલ્મ એક સોશ્યલ મેસેજ આપી જાય છે.ઓછા બજેટમાં ખુબ સારી ફિલ્મ બનાવી શકાય, મને વિશ્વાસ છે કે આ ફિલ્મ ગુજરાતી દર્શકોને ખુબ પસંદ પડશે ફિલ્મનાં પ્રોડ્યુસર રિતુ આચાર્ય છે, તેઓ અત્યાર સુધી અનેક ફિલ્મો સાથે જોડાયેલા રહ્યા છે, ફેશન ડિઝાનર તરીકે તેઓએ બેક સ્ટેજ રહી ને ફિલ્મ નિર્માણની પ્રક્રિયા અને વાસ્તવિકતાને ખુબ નજીકથી જોઈ છે. જે અનુભવ તેમને આ ફિલ્મમાં કામે આવ્યો છે. તેઓ જણાવે છે કે, ખુબ હાર્ડવર્ક અને નાના બજેટમાં પણ કેટલી સારી ફિલ્મ બનાવી શકાય ‘ભેદ’ તેનું ઉત્તમ ઉદાહરણ સાબિત થશે. હું ખુબ લાંબા સમયથી ફિલ્મો અને સિરીયલો સાથે જોડાયેલી છું. મને કેમેરાની પાછળનો વર્ષોનો અનુભવ છે જે આ ફિલ્મ દ્વારા દર્શકોને જોવા મળશે. પ્રોપર મેનેજમેન્ટ અને સમયનાં સદપયોગ અને નાના બજેટમાં ખુબ સારું ફિલ્મ નિર્માણ થઈ શકે તેવું મારું માનવું છે. આ ફિલ્મનાં માત્ર નિર્માતા જ નહીં પરંતુ ક્રિએટિવ હેડ તરીકેની ભુમિકા પણ રિતૂ આચાર્ય એ ભજવી છે.ફિલ્મનાં ડિરેક્ટર ઇમરાન પઠાન છે જેઓ લગભગ વિસ વર્ષથી ફિલ્મ રાઇટર અને ડિરેક્શનનો અનુભવ ધરાવે છે. નવા અને ઇનોવેટિવ આઈડિયા પર કામ કરવાનું તેઓ પસંદ કરે છે, આ ફિલ્મ તેમના માટે ઘણી મહત્વની સાબિત થશે તેવું તેઓનું માનવું છે. ફિલ્મનાં મુખ્ય પાત્રોમાં મોહમદ હનિફ યુસુફ, નિશ્વય રાના, તાનિયા રજાવત, બિમલ ત્રિવેદી, પુર્વી ભટ્ટ, મોહસિન શેખ, નંદિશ ભટ્ટ જેવા દમદાર કલાકારો જોવા મળશે. ફિલ્મનું બધુ જ શુટિંગ ગુજરાતમાં જ થયું છે.

રિપોર્ટ :- કુલદીપ વોરા