અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટ જસરા, બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ, અને પ્રવાસન વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાતનો સૌથી મોટો મેગા અશ્વ શો, લાખણી તાલુકાના જસરા ગામે ચાલી રહેલ છે જેનો આજે બીજો દિવસ હતો 

જેમાં વિવિધ હરીફાઈઓ મટકા ફોડ , ગરો લેવો, બેરલ રેસ, નાચ વગેરેની હરીફાઈઓ યોજાઈ જેમાં વિવિધ પ્રદેશોથી અશ્વ આવી જસરાના મેદાનમાં પોતાના દિલ ધડક કરતો બતાવેલી ગુજરાત પોલીસ અશ્વદળ ના ઘોડાઓ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લા પોલીસના ઘોડાઓએ પણ પોતાની વિવિધ કરતાબો બતાવી મેળામાં આવેલ માનવ મહેરામણને મનોરંજન પૂરું પાડેલ જેમાં પેન્ટ, પેકિંગ સિંગલ ટેન્ટ પેકિંગ , ટીમ પેન્ટ પેકિંગ , જમ્પિંગ, વગેરેના શો બતાવેલ 

તેમજ દાહોદ થી આવેલ ડોગ સ્કોડ ના ડોલી નામના ડોગે પણ પોતાની કરતબ બતાવી લોકોનું મનોરંજન પૂરું પાડેલ

આવતીકાલે ત્રીજા દિવસે પણ વિવિધ હરીફાઈઓ યોજાશે જેમાં રેવાળ ચાલ , મદરી ચાલ, સુંદરતાની હરીફાઈઓ વગેરે સાથે સાથે પોલીસ અશ્વ દળ નું પ્રદર્શન પણ યોજાશે