અમદાવાદમાં શહેર કોટડામાં રહેતા આધેડને એક્ટિવા પર આવેલ બે અજાણ્યા શખ્સોએ તીક્ષણ હથિયાર બતાવીને લૂંટી લીધો હતો. દિવસે ને દિવસે ક્રાઈમ વધતો જાય છે ને લુંટ ના કેશ, મારામારી અદાવત ના અને ચોરી ના કેસ સાથે અન્ય કેસો દર રોજો પુલિસ સ્ટેશન માં નોંધાય છે,

મેમ્કોમાં રહેતા સાયરલાલ પહાડિયા ગત 25 ઓક્ટોબરે બપોરે 3 વાગ્યાની આસપાસ હીરાવાડી શાકભાજી લેવા માટે જતા હતા તે દરમિયાન વીરસાવરકર સ્પોર્ટ્સ સંકુલ પાસે રોંગ સાઇડમાં ટુ વ્હિલર પર આવેલ બે અજાણ્યા શખ્સોએ સાયરલાલને ઉભા રાખી ચપ્પુ બતાવીને તેમની પાસેથી સોનાની બે વીંટીઓ અને સોનાનો દોરો લૂંટીને હીરાવાડી તરફ ભાગી ગયા હતા. જ્યારે સાયરલાલે થોડા અંતર સુધી પીછો પણ કર્યો હતો, પરંતુ શખ્સો પલાયન થઇ ગયા હતા. આ ઘટના ની જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.