ખંભાતના ત્રણ લીમડી વિસ્તારમાં ખીરપુરીની નિયાઝ (પ્રસાદી) તહેવારે આમંત્રણ બાબતે જમાઈએ સસરાને ગાળો બોલી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતીનુસાર, જહાંગીરપુર લાલ દરવાજા પાસેના સંજરી સેલ્સની પાછળ રહેતા શબ્બીરભાઈ હુસૈનભાઈ મલેક રહે છે.જેઓની દીકરી ફરહાના છીપવાડ ત્રણ લીમડી ખાતે મોઇનખાન ઈસુફખાન પઠાણ સાથે પરણાવેલ છે.૧૪મી ફેબ્રુઆરીના રોજ ખીરપુરી નિયાઝના તહેવારના દિવસે જમાઈ મોઇનને તેમજ દીકરીને સસરા શબ્બીરભાઈએ નિયાઝ(પ્રસાદી) જમવા માટે આમંત્રણ આપ્યું હતું.જે બાદ દીકરી ઘરે આવી હતી.પણ જમાઈ આવ્યા ન હતા.ત્યારબાદ દીકરી ફરહાના પોતાના સાસરીમાં ઘરે ગયેલ ત્યાં મોઇન અને ફરહાના સાથે બોલાચાલી થઈ હતી.જેથી દીકરી ફરહાનાએ તેના પિતા શબ્બીરભાઈને ફોન કરી ઘરે બોલાવ્યા હતાં.ત્યાં સસરાએ બંનેને આમ ન કરવા જણાવતા જમાઈએ એકદમ ઉશ્કેરાઈ જઇ લાકડાનો દંડો લઈને મારવા ફરી વળેલ.જેથી દીકરી છોડાવવા વચ્ચે પડતા જ જમાઈએ સસરાને પગથી પેટના ભાગે લાત મારેલ તેમજ મુક્કાથી ડાબી આંખની બાજુમાં માર મારતા દીવાલે ઘસડાઈ પડતા બંને હાથની કોણી છોલાયેલ અને ગમે તેમ ગાળો બોલી જમાઈ મોઇનખાને સસરા શબ્બીરભાઈને ગડદાપાટુનો માર મારી આજે તને જીવતો નહિ રહેવા દઉં તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ફરિયાદી શબ્બીરભાઈ મલેકની ફરિયાદને આધારે જમાઈ મોઇનખાન વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
(સલમાન પઠાણ-ખંભાત)