AHEMEDABAD: સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ 'ફૂડ ફોર થોટ ફેસ્ટ' યોજાશે.
અમદાવાદના પાલડી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બરથી 16 નવેમ્બર 2025 સુધી ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ 'ફૂડ ફોર થોટ ફેસ્ટ' યોજાશે. જ્યારે વાંચે ગુજરાત 2.0 અંતર્ગત 13 નવેમ્બરથી 23 નવેમ્બર 2025 સુધી 'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025'નું યોજવામાં આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 13 નવેમ્બરના રોજ અમદાવાદ ફૂડ ફેસ્ટિવલ અને બુક ફેરનું ઉદ્ધાટન કરશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાઉથ એશિયન એસોસિએશન ફોર ગેસ્ટ્રોનોમી (SSG) દ્વારા ફૂડ ફેસ્ટિવલ તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સહયોગથી હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચાડવાના ઉદ્દેશ્યથી બુક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ ના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનાર ફૂડ ફેસ્ટિવલમાં કોઈપણ પ્રકારની એન્ટ્રી ફ્રી રાખવામાં આવી નથી. ફૂડ ફેસ્ટિવલમાં જે ફૂડ પેવેલિયન અને સ્ટોલ રાખવામાં આવ્યા છે તેમાં મળતી ખાવા-પીવાની વસ્તુઓનો ચાર્જ ચૂકવીને ભોજનનો આનંદ લોકો માણી શકશે. ઓનલાઈન વેબસાઈટ બુક માય શો ઉપર ટિકિટ બુકિંગ કરાવી શકાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ ફેસ્ટિવલના મેનુ અને પ્રોગ્રામની માહિતી માટે QR કોર્ડ જાહેર કર્યો છે જે સ્કેન કરવાથી ફૂડનું મેનું અને ભાવ મળી રહશે.