પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, (કાયદો અને વ્યવસ્થા ) ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળોના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી વેચાણ અને ઉપયોગ સંબંધિત પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ લાવવા અંગે તા.૧૦/૦૨/૨૦૨૩ થી તા.૨૮/૦૨/૨૦૨૩ સુધી ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે.
અમરેલી એસ.ઓ.જી.ટીમ એ.ટી.એસ.ચાર્ટર લગત ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, સીમરણ ખાંભા-ઉના રોડ SBI બેંક પાસે પહોંચતા ખાંભા ગામમાં જીન વાડી પાસે રહેતા એક ઇસમ ગેરકાયદેસર એક હાથ બનાવટના દેશી તમંચો (અગ્ની શસ્ત્ર હથિયાર) પોતાના કબ્જામા રાખી ઉભેલ છે.
અને તે કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય, જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા એક હાથ બનાવટના દેશી તમંચો (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે એક ઈસમને ઝડપી પાડેલ છે.
પકડાયેલ આરોપીની વિગત
ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ ગોહીલ, ઉવ.-૪૩, રહે.ખાંભા, જીનવાડી પાસે, તા.ખાંભા, જી.અમરેલી,
મજકુર પકડાયેલ ઈસમનાં કબ્જામાંથી એક હાથ બનાવટના દેશી તમંચો (અગ્નિશસ્ત્ર હથિયા૨)
તથા જીવતા કાર્ટીસ નંગ-૪ નાં મુદ્દામાલ સાથે પકડી પાડેલ
અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે ખાંભા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી.પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી.દેસાઇ, તથા હેડ કોન્સ. સંજયભાઇ પરમાર, ગોબરભાઇ લાપા, પરેશભાઇ સોંધરવા, તથા પો.કોન્સ. પ્રવિણસિંહ ચૌહાણ, તથા પ્રકાશભાઇ સૉલંકી દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.