ડીસા રામનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે સગર્ભા ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું
ડીસાના જાણીતા ગાયનેક ડોક્ટર પંછીવાલા તરફથી સગર્ભા બહેનોની તપાસ કરાઇ
ડીસા રામનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે સગર્ભા બહેનોનો ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસાના જાણીતા ડોક્ટર પંછીવાલા તરફથી ચેકઅપ કરી તેમને જરૂરી મેડિસિન સોનોગ્રાફી ની જરૂર હોય તો સોનોગ્રાફી તેમજ અન્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આવનાર સગર્ભા બહેનોને મગ અને પ્રોટીન પાવડર પણ આપવામાં આવ્યો હતો..
આ કેમ્પમાં 150 થી વધુ બહેનોએ પ્રસુતિ પહેલા ચેકઅપ કરાવીને જરૂરી દવાઓ સોનોગ્રાફી જરૂરિયાત વાળી બહેનોને સોનોગ્રાફી તેમજ અન્ય ચેકઅપ પણ કરવામાં આવ્યા હતા. જોખમી સગર્ભા બહેનોને અલગથી તપાસ કરીને યોગ્ય સારવાર અને માહિતી પણ આપવામાં આવી હતી કે પ્રસુતિ પહેલા પોતાના બાળકની કઈ રીતે કાળજી રાખવી તેમજ સગર્ભા બહેને તેમને પણ શું શું ખોરાક લેવો અને યોગ્ય સમયે તબીબ ને બતાવીને પ્રસુતિ પહેલા બાળકની કાળજી રાખવી .
આ તમામ આયોજન ડીસા બ્લોક હેલ્થ ઓફિસર પુનમારામ ચૌધરી ના માર્ગદર્શન અને રામનગર અર્બનના મેડિકલ ઓફિસર અંકિતાબેન ચૌધરી સુપરવાઇઝર હરીસિંહ ચૌહાણ લેબટેક સંજય પટેલ ફાર્માસિસ્ટ અલમાસ કુરેશી કુસુમબેન દેસાઈ એમ પી એચ ડબલ્યુ એફ એચ ડબલ્યુ તેમજ અર્બનના તમામ સ્ટાફ તરફથી કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર એક થી લઈ અને છ સુધીના તમામ વિસ્તારના સગર્ભા બહેનોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં ડીસાની આશા બહેનોએ પણ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સગર્ભા બહેનોને લાવીને યોગ્ય રીતે ચેક અપ કરાવ્યું હતું