શહેરમાં ઉત્તર-પૂર્વના પવનો સક્રિય થતાં ઠંડી વધી રહી છે. સોમવારે ઠંડીનો પારો વધુ 1. 6 ડિગ્રી ગગડી ગયો હતો. સિઝનમાં પહેલીવાર 16. 4 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. આગામી બે દિવસ ઠંડીનો પારો 16થી 18 ડિગ્રી વચ્ચે રહેવાનું અનુમાન છે. નવેમ્બર મહિનામાં 2016 પછી એટલે કે પાંચ વર્ષ પછી 16. 4 ડિગ્રી નોંધાઇ છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

વર્ષ 2016માં 15 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. શહેરમાં ક્રમશ: ઠંડી વધતા ગરમવસ્ત્રોના બજારમાં ખરીદી નિકળી છે. ત્રણ દિવસથી સતત વધી રહેલી ઠંડીથી લોકોએ ગરમવસ્ત્રો પહેરીને બહાર નિકળવાની ફરજ પડી છે. ઠંડીથી બચવા માટે ઠેરઠેર તાપણું કરતા લોકો નજરે ચઢી રહ્યા છે. દિવસભર સુસવાટાભર્યા પવનો ચાલતા રાત્રે ઘરોમાં પંખો બંધ રાખવા પડ્યા હતા.

હવામાન વિભાગ મુજબ સોમવારે શહેરનું મહત્તમ તાપમાન 31. 2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16. 4 ડિગ્રી નોંધાયું હતું. ગઇકાલ કરતા 1. 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જ્યારે મહત્તમ તાપમાન યથાવત છે. ઉત્તર-પૂર્વ દિશાથી 5 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા.