રાજુલા તાલુકાના ૪૪૭૮ બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે ટીડી રસી અપાશે

ટિટેનસ અને ડિપ્થેરિયા જેવા પ્રાણઘાતક રોગો સામે રક્ષણ માટે અભિયાન શરૂ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ભારત સરકાર દ્વારા ટીટેનસ (ધનુર) અને મોટી ઉંમરના બાળકોમાં થતો ડીપ્થેરિયા (ગળાનો ગંભીર ચેપીરોગ) ટીડી વેકસીન એ ટીટેનસ અને ડીપ્થેરિયાનુ સંયોજન છે જે મોટા બાળકો અને પુખ્ત વયના લોકો માટે જરૂરી છે જેને લઈ ૧૦ અને ૧૬ વર્ષની વયના તમામ બાળકોને આ વેકસીન શાળા કક્ષાએથી આપવાનુ સરકાર દ્વારા આયોજન હાથ ધરવામા આવ્યું છે.

અમરેલી જીલ્લાના રાજુલા તાલુકામા ટીડી રસીકરણ કામગીરીનો શુભારંભ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયાના માર્ગદર્શન હેઠળ ડોળીયા પ્રાથમિક શાળા ખાતેથી કરવામા આવ્યો જેમા રાજુલા તાલુકાની ૧૩૫ શાળાઓમા ૧૦ વર્ષની ઉંમરના ૩૧૮૧ બાળકો અને ૧૬ વર્ષની ઉંમરના ૧૧૬૩ બાળકોની સાથે સાથે શાળાએ ન જતા ૧૩૫ બાળકો એમ કુલ ૪૪૭૮ બાળકોને શિક્ષણ વિભાગના સહયોગ સાથે ટીડી રસીકરણ અભિયાન અંતર્ગત આવરી લેવામાં આવશે.

ટીડી રસી માટે નિયતવયજુથના તરુણ તરુણીઓને આવરી લેવા માટે આરોગ્ય અધિકારી ડૉ.જયેશ પટેલ સાહેબ અને રસીકરણ અધિકારી ડૉ.અલ્પેશ સાલવી સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ આર.બી.એસ.કે.ડોકટરોની ટીમ અને પ્રા.આ.કેન્દ્રના મેડિકલ ઓફિસરો દ્વારા રસી વિશે સમજ આપી કામગીરી કરવામા આવી રહી છે અને અત્યાર સુધીમા ૧૮૩૪ બાળકોને રસી આપી સુંદર કામગીરી કરેલ છે તેમજ બાકી રહેલા બાળકોને ક્રમશઃ સપ્ટેમ્બર માસ સુધીની ઝુંબેશમા આવરી લેવામાં આવશે જે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયાની યાદીમા જણાવેલ છે.

રિપોર્ટર:- કિનલ પંડ્યા રાજુલા..