અમરેલી સીટી પો.સ્ટે. માં e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડી, અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે. જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ સરકારની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી e-FIR અન્વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.

ગુનાની વિગતઃ-

ગઇ તા.૨૭/૦૧/૨૦૨૩ ના રોજ અમરેલી શહેરમાં નાગનાથ સર્કલ પાસેથી રોહીતભાઇ વિનુભાઇ મકવાણા, રહે.લાઠી, તા.લાઠી, જિ.અમરેલી વાળાના ભાઇનો મોબાઇલ ફોન કિ.રૂ.૭,૦૦૦/- નો કોઇ અજાણ્યો ચોર ઇસમ ભીડનો લાભ લઇ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે રોહીતભાઇ દ્વારા e-FIR કરાવેલ હોય, જે e-FIR અંગે ખરાઇ કરી, તેના પરથી અમરેલી સીટી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૦૪૭/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ.

ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે એલ.સી.બી. ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને ગઇ તા.૧૪/૦૨/૨૦૨૩ નાં રોજ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન અમરેલી, લાઠી રોડ ઉપરથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા, પકડાયેલ ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

અજય અમૃતભાઈ પાટનવાડીયા, ઉ.વ.૨૫, રહે.અમરેલી, લાઠી બાયપાસ રોડ, તા.જિ.અમરેલી.

રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ-

એમ.આઇ. કંપનીનો રેડમી નોટ ૮ મોબાઇલ ફોન કિં.રૂ.૭,૦૦૦/- નો મુદ્દામાલ

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા પો.કોન્સ. ઉદયભાઈ મેણીયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.