વાવાઝોડું ક્યાં વિસ્તારોને ઘમરોડશે?
ગુજરાત
ભારતીય હવામાન ખાતા તરફથી અપાયેલી જાણકારીમાં કહેવાયું છે કે બંગાળની ખાડી પર એક ઓછા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે. જેના કારણે આગામી 24 કલાક ખુબ મહત્વના છે.જો આ દબાણ ચક્રવાતી તોફાનમાં ફેરવાય તો તેનું નામ 'રેમલ' રાખવામાં આવશે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ ચક્રવાત 23મી મેથી 27મી મે વચ્ચે ઓડિશા ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપર પણ પ્રભાવ પાડે તેવી શક્યતા છે. આથી હવામાન વિભાગે 28મી મે 2024ની આજુબાજુ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે.
રિપોર્ટર: અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત