અમરેલી સીટી પોલીસ સ્ટેશનના ખુનના ગુનામાં અમરેલી જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા અને પેરોલ રજા પરથી છ માસથી નાસતા ફરતા કેદીને પકડી પાડતી અમરેલી એલ.બી.સી.

અમરેલી સીટી પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૨૨/૨૦૧૦, ઇ.પી.કો. કલમ ૩૦૨, ૧૨૦(બી)

મુજબના કામે સંડોવાયેલ આરોપી રિઝવાન ઉર્ફે રિઝુડો મહંમદભાઇ રફાઇ, રહે.ગારીયાધાર વાળાને સેશન્સ કોર્ટ,અમરેલી દ્વારા તા.૦૫/૦૭/૨૦૧૧ ના રોજ આજીવન કેદ અને દંડ રૂ.૧૦,૦૦૦ -/ની સજા થયેલ .

મજકુર આરોપી પાકા કામના કેદી તરીકે અમરેલી જિલ્લા જેલમાં હતો .

આરોપી રિઝવાન ઉર્ફે રિઝુડો મહંમદભાઇ રફાઇ, રહે.ગારીયાધાર વાળો અમરેલી જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ હતો.

તે દરમ્યાન ગુજરાત હાઇકોર્ટમાંથી દિન-૧૫ ના પેરોલ રજા મળતાં તે રજા ઉપર જેલમાંથી મુક્ત થયેલ હતો. મજકુર કેદીને તા.૦૭/૦૭/૨૨ ના રોજ અમરેલી જિલ્લા જેલમાં હાજર થવાનું હતુ પરંતુ તે જેલમાં હાજર થયેલ નહીં અને ફરાર થઇ ગયેલ. આમ, પકડાયેલ કેદી છેલ્લાં છ માસથી નાસતો ફરતો હતો.

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા પેરોલ રજા પરથી ફરાર થયેલ અને છેલ્લા છ માસથી નાસતા ફરતા પાકા કામના કેદીને તા.૧૫/૦૨/૨૦૨૩ ના અમરેલી, ભારતનગર મુકામેથી ઝડપી લઇ અમરેલી જિલ્લા જેલ હવાલે મોકલી આપેલ છે.

પકડાયેલ કેદી:-

રિઝવાન ઉર્ફે રિઝૂડો મહંમદભાઇ રફાઇ (ફકીર), ઉં.વ.૩૫, રહે.ગારીયાધાર, મફતનગર, નવાગામ રોડ, તા.ગારીયાધાર, જિ.ભાવનગર.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. પોપટભાઇ ટોટા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી, તથા પો.કોન્સ. ઉદયભાઈ મેણીયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.