પાવીજેતપુર તાલુકાની સિહોદ ચોકડી ઉપર રેતી ભરવા આવેલી મોટી ટ્રક ઝાડ સાથે અથડાતા થયેલો અકસ્માત

            પાવીજેતપુર પંથકમાં રેતી ભરવા આવેલ ૨૨ પૈંડાની મોટી ટ્રક સિહોદ ચોકડી ઉપર ડ્રાઇવર દ્વારા સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતા વૃક્ષ સાથે ભયંકર રીતે અથડાતા અકસ્માત થવા પામ્યો હતો. સદનસીબે ડ્રાઇવર કૂદી જતા જાનહાનિ થવા પામી ન હતી. મધ્યપ્રદેશથી રેતી ભરવા આવેલી ટ્રક રેતી ભરવા જઈ રહી હતી ત્યારે પાવીજેતપુર થી ત્રણ કિલોમીટર જેટલા અંતરે આવેલ સિહોદ ચોકડી ઉપર ઢાળ ઉતરતા સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ગાડી રોંગ સાઈડ ઉપર જઈ ઝાડને અથડાય રોડ અને રોડની બાજુના ખાડામાં અધવચ્ચે ટીંગાઈ જવા પામી હતી. પરિસ્થિતિ ભાંપી જઈ ડ્રાઇવર કૂદી જ હતા જાનહાની થવા પામી ન હતી.