ડાકોર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં બે વર્ષથી તેમજ બીજા અન્ય પોલીસ સ્ટેશનના ગુનાઓમાં નાસતા ફરતા રીઢા આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી કરતીમહે.પોલીસ મહા નિરીક્ષક શ્રી.જે.આર.મોથલીયા સાહેબ અમદાવાદ વિભાગ, અમદાવાદ, નાઓએ નાસતા ફરતા આરોપીને શોધી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જેથી પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા સાહેબ ખેડા-નડીઆદ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર. બાજપાઈ સાહેબ નડીઆદ વિભાગ નડીયાદ નાઓ તરફથી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ જેના ભાગરૂપે કે.ડી. ભીમાણી પોલીસ ઇન્સ્પેક્ટર ડાકોર પો.સ્ટે. નાઓએ ડાકોર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને નાસતા ફરતા આરોપીઓને પકડવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જેથી પો.સ.ઈ. એ.એસ.ચૌધરી તથા સ્ટાફના પોલીસ માણસો ડાકોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન અ.હે.કો. મહેન્દ્રસિંહ નટવરસિંહ તથા લોકરક્ષક અજયદાન અમુભાઈ નાં ઓની સંયુક્ત બાતમી આધારે આરોપી રોહીત ભાઈ ઉર્ફે રઘુ રોકડો સ/ઓ સુરેશભાઈ બારોટ ઉ.વ.૨૩ રહે.કાલસર, બારોટ ફળીયું તા.ઠાસરા જી.ખેડા ના ઓને અન્ય ચોરી કરેલ ચોર મુદ્દામાલ સાથે પકડી, ડાકોર પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૧૧૨૦૪૦૨૧૨૨૦૩૭૩/૨૦૨૨ ઈ.પી.કો. કલમ-૩૭૯,૧૧૪ મુજબના ગુનામાં નાસતો ફરતો હોય સદર ગુનામાં અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે. 

પકડાયેલ આરોપી.

(૧) રોહીતભાઈ ઉર્ફે રઘ રોકડો સ/ઓ સરેશભાઈ બારોટ ઉ.વ.૨૩ રહે-કાલસર, બારોટ ફળીયું તા-ઠાસરા જી-ખેડા તથા હાલ રહે-સરદાર એસ્ટેટ, ઝુપડપટટી વડોદરા શહેર