વર્તમાનમાં ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.જેમાં બે દિવસ બાદ બપોરે ગરમીનો પારો ઉચકાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને આ સાથે ગુજરાતમાં ગરમી વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.જેમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી માર્ચ માસ સુધી બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે.ત્યારબાદ દિવસ દરમ્યાન ચામડી દઝાડે તેવી ગરમી સહન કરવી પડશે.આમ આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી અને માર્ચની શરૂઆતથી આકરા ઉનાળાનો પ્રારંભ થઈ જશે.આમ આગામી થોડાસમય માટે બેવડી ઋતુનો માર સહન કરવો પડશે પરંતુ આ સાથે રોગચાળાનો ભય પણ વધી શકે છે.